Friday, 19/04/2024
Dark Mode

સંજેલી તાલુકાના ગોવિંદભાઈ ગામે સ્ટેટ વિજિલન્સના દરોડા:બુટલેગરની દુકાન તેમજ મકાનમાંથી સાડા ત્રણ લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા,એક વોન્ટેડ

August 28, 2021
        2832
સંજેલી તાલુકાના ગોવિંદભાઈ ગામે સ્ટેટ વિજિલન્સના દરોડા:બુટલેગરની દુકાન તેમજ મકાનમાંથી સાડા ત્રણ લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા,એક વોન્ટેડ

રાજેશ વસાવે :- દાહોદ 

સંજેલી તાલુકાના ગોવિંદભાઈ ગામે સ્ટેટ વિજિલન્સના દરોડા:

બુટલેગરની દુકાન તેમજ મકાનમાંથી સાડા ત્રણ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ મોટરસાયકલ મળી  4 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો:બે ઝડપાયા, એક વોન્ટેડ 

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદતળાઈ ગામે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એક બુટલેગરની દુકાન અને મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં કુલ રૂા.૩,૫૫,૪૩૭નો વિદેશી દારૂ ઝડપી પાડતાં સંજેલી તાલુકા સહિત દાહોદ જિલ્લામાં બુટલેગર આલમમાં ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પોલીસે રોકડા રૂપીયા, મોબાઈલ ફોન તેમજ એક વાહન મળી કુલ રૂા.૪,૦૦,૦૨૭ નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે. આ પ્રોહી રેડમાં પોલીસે બે ઈસમોની અટકાયત કરી છે જ્યારે એક વોન્ટેડ આરોપી વિરૂધ્ધ પણ ગુનો દાખલ કર્યાેં છે. આ બનાવમાં એક બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યો છે.

 

ગતરોજ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ગોવિંદતળાઈ ગામે બે મકાનોમાં ઓચિંતી પ્રોહી રેડ કરી હતી. ગોવિંદતળાઈ ગામે રામદેવ મંદિર ખાતે રહેતો રોનકકુમાર ઉર્ફે રવિ વિરસીંગભાઈ નારસીંગભાઈ બારીયાની પતરાવાળી સેડવાળી દુકાન અને મકાનમાં ઓચિંતી રેડ કરતાં પોલીસે રોનકકુમાર ઉર્ફે રવિ વિરસીંગભાઈ નારસીંગભાઈ બારીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની અટકાયત કરી હતી જ્યારે વોન્ટેડ એવા દેવેન્દ્ર પરસોત્તમભાઈ કલાલ (રહે. લીમડી, ઝાલોદ રોડ, તા.ઝાલોદ, જિ. દાહોદ) વિરૂધ્ધ પણ પ્રોહીનો ગુનો દાખલ કર્યાેં છે. ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દુકાન અને મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ ૩૩૭૦ બોટલો કિંમત રૂા.૩,૫૫,૪૩૭, ઝડપાયેલ ઈસમોની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૬,૫૯૦, બે મોબાઈલ ફોન કિંમત રૂા.૩,૦૦૦ અને એક વાહન કિંમત રૂા.૩૫,૦૦૦ એમ કુલ મળી રૂા.૪,૦૦,૦૨૭નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેં હતો.

 

આ સંબંધે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!