મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાઈક સવાર બે ઈસમો પાસેથી ગાંજાનો જથ્થો ઝડપ્યો….
પોલીસે ૮,૮૪૦ની કિંમતનો ૮૮૪ ગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો…
દાહોદ.તા.૦૭
દાહોદ જિલ્લાની સંજેલી પોલિસે ગતરાતે રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન ભામણ ગામે ઘાટી ઉપર શંકાસ્પદ લાગતાં બે બાઈક સવારોની બાઈક રોડી તે મોટર સાયકલ પર મૂકેલ થેલાની તલાસી લઈ થેલામાં પ્લાસ્ટીકની થેલીઓમાંથી રૂા. ૮,૮૪૦ની કિંમતનો ૮૮૪ ગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડી એક મોબાઈલ ફોન તથા રૂપિયા ૨૫૦૦૦ની મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૩૮,૮૪૦નો મુદ્દામાલ કબજે લઈ બે બાળકીશોર તથા ગાંજાે આપનાર ઈસમ મળી ત્રણ જણા સામે ગુનો નોંધ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર સંજેલી પોલિસે ગતરાતે પોતાના પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે વખતે ભામણ ગામે ઘાટી પર સામેથી આવતી જીજે-૨૦ એ.એલ-૪૪૧૩ નંબરની મોટર સાયકલ પર બેસી આવેલ થાળા ગામના બે બાળ કિશોરોની હીલચાલ પોલિસને શંકાસપ્દ લાગતાં પોલિસે મોટર સાયકલ ઉભી રખાવી હતી અને તેઓની પાસેના થેલાની તલાસી લેતા થેલામાં મૂકી રાખેલ પ્લાસ્ટીકની થેલીઓ માંનો ગાંજાનો જથ્થો જાેઈ પોલિસ ચોકી ઉછી હતી. પોલિસે તે થેલામાંથી પ્લાસ્ટીકની થેલીઓમાં ભરેલ રૂા. ૮,૮૪૦ની કિંમતનો ૮૮૪ ગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડી બંનેની તલાસી લઈ રૂપિયા ૫૦૦૦ની કિંમતનો એપલ કંપનીનો આઈ ૧૧ મોબાઈલ પકડી પાડી સદર ગાંજાની ગેરકાયદેસર હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. ૨૫૦૦૦ની કિંમતની મોટર સાયકલ મળી રૂા. ૩૮,૮૪૦નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ સદર ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં આપવા જઈ રહ્યા હતા. તે બાબતે પુછપરછ હાથ ધરતાં સદર ગાંજાનો જથ્થો સંજેલી તાલુકાના મોલી ગામના નિલેશભાઈ રામસીંગભાઈ બારીયાએ આપ્યો હતો જ્યારે ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે હજી જાણવા મળ્યું નથી. સંજેલી પોલિસે આ સંદર્ભે સંજેલીના થાળા ગામના ૧૭ અને ૧૬ વર્ષીય બે બાળકીશોરો તથા મોલી ગામના નિેશભાઈ રામસીંગભાઈ બારીયા વિરૂધ્ધ નારકોટીક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
———————————–