Sunday, 08/09/2024
Dark Mode

સિંગવડ તાલુકા કક્ષાનુ છાપરવડ પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુ….

September 29, 2023
        675
સિંગવડ તાલુકા કક્ષાનુ છાપરવડ પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુ….

કલ્પેશ શાહ :- સિંગવડ

સિંગવડ તાલુકા કક્ષાનુ છાપરવડ પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુ….

સિંગવડ તા. ૨૯

સિંગવડ તાલુકા કક્ષાનુ છાપરવડ પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુ....

સિંગવડ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છાપરવડ પ્રાથમિક શાળા ખાતે 29.09.2023 સવારે 10:00 કલાકે યોજવામાં આવ્યો આ કાર્યક્રમમા દાહોદના સાંસદ જસવંતસિંહ એસ ભાભોર ના અધ્યક્ષ સ્થાને G.C.E.R.T. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- માર્ગદર્શિત તેમજ તાલુકા શિક્ષણ સમિતિ સિંગવડ અને બી.આર.સી. ભવન સીંગવડ ના સંયુકત ઉપક્રમે આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 છાપરવડ પે સેન્ટર શાળામાં કરવામાં કરવામાં આવ્યું.

કાર્યક્રમના મુખ્ય મહેમાન શૈલેષભાઈ ભાભોર ધારાસભ્ય લીમખેડા), નારસિંગભાઈ પરમાર(પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રુચિતાબેન રાજ ભારતીય જનતા પાર્ટી સિંગવડ તાલુકા પ્રભારી સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ વહોનિયા અતિથિ વિશેષ , આર.જે.મુનિયા (પ્રાચાર્ય શ્રી ડાયટ દાહોદ), નૈલેષભાઇ ડી. મુનિયા (જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દાહોદ),સરદારભાઇ જે.ડામોર (લાયઝન અધિકારી), સુરતાનભાઇ કટારા(જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ), દેસિંગભાઈ તડવી (જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ અધ્યક્ષ), જીલ્લા શિક્ષક સંઘ દાહોદ ના ઉપપ્રમુખ રવીન્દ્રભાઇ પલાસ અને સંગઠન મંત્રી અર્જુનભાઇ બારીયા, સહમંત્રી હિંમતભાઈ પરમાર, ,રમણભાઈ બારીઆ(તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ), પીયૂષ કુમાર ચરપોટ (તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સિંગવડ અધ્યક્ષ), રાજેન્દ્રભાઈ બારીયા (જીલ્લા શૈક્ષીક મહાસંઘ પ્રચારમંત્રી), લલિતભાઈ ડામોર (સંગઠન મંત્રી,તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સિંગવડ),ભરતભાઈ કટારા(તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સિંગવડ મંત્રી), જીલ્લા તાલુકાના શિક્ષકોના બંને સંઘના હોદ્દેદાર શિક્ષકશ્રીઓ,જીલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા પંચાયના સદસ્ય, સરપંચશ્રીઓ,સામાજીક કાર્યકર, નિવૃત્ત થયેલ કર્મચારી તથા આયોજક કે. એલ. ભરવાડ (તાલુકા પ્રા. શિક્ષણાધિકારી- સીંગવડ) અને સામજીભાઈ બી. કામોળ (બી.આર.સી.કો. ઓર્ડીનેટર- સીંગવડ) તથા પગાર કેન્દ્ર આચાર્યશ્રીઓ, સી આર સી કો ઓર્ડીનેટર , આચાર્યશ્રી ઓ ,શિક્ષકો, ગ્રામજનો , બાળ વૈજ્ઞાનિકો, વિધાર્થીઓની ઉપસ્થિતિમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પાંચ વિભાગો માં 110 બાળ-વૈજ્ઞાનિકોએ 55 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. ભોજનના દાતા શ્રી ગોવિંદભાઈ વહોનીયા(તાલુકા પંચાયત પ્રમુખ સિંગવડ)દ્વારા સમગ્ર બાળ વૈજ્ઞાનિકો અને આમંત્રિત મહેમાનોને સ્વરુચિ ભર્યું ભોજનનો લાભ આપી ખૂબ સારો એવો સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભવોએ,શિક્ષકોના બંને સંઘના પ્રમુખ/મંત્રી અને હોદેદાર શિક્ષકોએ, પગાર કેન્દ્ર આચાર્યશ્રીઓ એ, સી આર સી કો શ્રી ઓ એ, આઇ ઇ ડી સ્ટાફ , આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રી ઓએ, નિર્ણાયકશ્રીઓએ, ગ્રામજનોએ તેમજ છાપરવડ શાળા પરિવાર દ્વારા ઉત્સાહપૂર્વક સહયોગ આપી સુંદર આયોજન કરવામાં આવ્યું 

 જસવંતસિંહ ભાભોર તેમના આશીર્વચનમાં અભિનંદન સાથે જણાવ્યું કે તાજેતરમાં ચંદ્રયાનના સફળ લોન્ચિંગમાં દાહોદ જિલ્લાએ પોતાનો ડંકો વગાડ્યો છે એવા ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના અશોકભાઈ મુનિયા અને ચન્દ્રયાન-3ના આર્ટિફિશિયલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!