
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવાર હર્ષભેર ઉજવાયો.
દાહોદ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી, ફાયર બ્રિગેડ તેમજ વહીવટી તંત્રનો અભૂતપૂર્વ વ્યવસ્થાના સથવારે બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.
બંને તહેવારો દરમિયાન પોલીસ અધિક્ષક રાજદીપ સીમ ઝાલાના નેતૃત્વમાં દાહોદ પોલીસની રાઉન્ડ ઘ ક્લોક કામગીરી,
ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન તેમજ મ્યુ.એન્જીનીયર કિરીટ નિનામાંની માર્ગદર્શનમાં ફાયર બિગેડ તેમજ વહીવટી તંત્રની ખડે પગે કામગીરી..
દાહોદ તા.29
દાહોદ શહેર શહેર સહીત જિલ્લાભરમાં ગઈકાલે ગણેશ વિસર્જન તેમજ આજે ઈદે મિલાદુનબીનો તહેવાર ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ચાર પાંચ દિવસની તૈયારીઓ બાદ દાહોદ પોલીસ વહીવટી તંત્ર તેમજ ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરીના પગલે બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયાં હતા.જેમાં ગઈકાલે ગણેશ વિસર્જન રાત્રે 3.30 કલાકે પૂર્ણ થયો હતો.જયારે ઈદે મિલાદુનબીનો જુલુસ પણ સાંજના છ વાગ્યે સંપન્ન થયો હતો.જોકે ગણેશ વિસર્જન અને ઇદે મિલાદુન બીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
દાહોદ જિલ્લામાં આ વખતે ગણેશ વિસર્જન અને ઈદે મિલા તુમબીનો તહેવાર બંને એક સાથે આવતા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર પણ વીમાસણમાં મુકાઈ ગયો હતો. પરંતુ આમ પણ દાહોદમાં હિન્દુ મુસ્લિમ તમામ સંપ્રદાયોના તહેવારો ખૂબ જ ધામધૂમતી અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાતા હોવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. તેવી જ રીતે આ વખતે પણ ગણેશ વિસર્જન અને ઇદે મિલાદનો તહેવાર એક જ દિવસે આવતા મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતાની અનોખી વિશાલ કાયમ કરી ઐતિહાસિક ફેસલો લઈ ગણેશ વિસર્જનના
બીજા દિવસે ઈદ મિલાદનો તહેવાર ઉજવવાનો સામૂહિક નિર્ણય કરતા આ ઐતિહાસિક નિર્ણયને વહીવટી તંત્ર તેમજ તમામ સમાજોએ બારોબાર વધાવી લીધો હતો. જે બાદ ગણેશ વિસર્જન ની તૈયારીઓમાં લાગેલા પોલીસ તંત્રને વહીવટી તંત્ર દ્વારા છેલ્લા અઠવાડિયાથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના કુત્રિમ તળાવ ફરતે વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારનો વિઘ્ન ન આવે અને નિર્વિઘ્ને વિઘ્નહર્તાનો વિસર્જન થાય તે માટે મ્યુ.એન્જીનીયર કિરીટ ભાઈ નિનામાંની ટીમ તેમજ દાહોદ ફાયર બ્રિગેડના ફાયર ઇન્સ્પેક્ટર દિપેશ જૈનના માર્ગદર્શનમાં 50 જેટલા સ્થાનિક તરવૈયાઓની ટીમ સાથે કૃત્રિમ તળાવ ફરતે બેરીકેટિંગ કરાવી મસમોટી બે ક્રેન મારફતે તબક્કાવાર જેમ જેમ શ્રીજીની સવારીઓ આવતી ગઈ તેમ તેમ વિના
વિઘ્ને વિસર્જન કરવામાં આવ્યું હતું.તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ જ સરાહનીય કામગીરી અંતર્ગત ઠેક-ઠેકાણે પોલીસ બંદોબસ્ત મૂકી વિસર્જન સ્કીમ અમલમાં મૂકી હતી. 9 ફીટ કરતા ઊંચી મૂર્તિઓને નગરપાલિકા તેમજ એમજી રોડ પર જવા પ્રતિબંધ ફરમાવી બિરસા મુંડા ચોકથી કૃત્રિમ તળાવ ફરતે વાળવામાં આવી હતી. પરંતુ શહેરમાં નાના-મોટા 500થી વધુ પ્રતિમાઓનું વિસર્જન ટાણે ડીજેના તાલે ઝૂમતા ધર્મ પ્રેમી જનતા તેમજ ઉમટેલી ભીડને જોતા 10 વાગ્યા બાદ તમામ ઝાકીઓને એમજી રોડ ખાતે પ્રવેશ બંધ કરી સીધા કૃત્રિમ તળાવ તરફ રવાના કરવામાં આવ્યા હતા જેના પગલે રાત્રે 3:30 વાગ્યા સુધીમાં તમામ ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન થયું હતું.જોકે એક મહાકાય ગણેશ પ્રતિમાનો ટાયર તૂટી જતા ઝાકી અધવચ્ચે અટકી ગઈ હતી પરંતુવહીવટી તંત્ર તેમજ તંત્રની મદદ વડે તે ઝાકીને પણ વિસર્જન સ્થળ સુધી લઈ જવામાં આવી હતી. તો આજરોજ ઈદે મિલાદનો ઝુલુંસ
હોવાથી ગણેશ વિસર્જનમાં છેલ્લા બે દિવસથી લાગેલી દાહોદ પોલીસ આજે પુનઃ એ જ જોમ અને જુસ્સા સાથે ઈદે મિલાદના જુલુસમાં બંદોબસ્તના રૂપમાં ગોઠવાઈ ગઈ હતી. શહેરના વિવિધ માર્ગો પર ફરેલા ઈદે મિલાદ જુલુસ દરમિયાન પણ દાહોદ જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ અ ક્લોક કામગીરી કરી ઈદે મિલાદનું જુલુસ પણ છ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવ્યું હતું.
આમ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપ સિંહ ઝાલાના માર્ગદર્શનમાં છેલ્લા પાંચ દિવસથી ગણેશ વિસર્જન તેમજ ઈદ એ મિલાદના જુલુસના બંદોબસ્તમાં જોતરાયેલી દાહોદ પોલીસની સરાહનીય કામગીરી, પાલિકા તંત્ર તેમજ ફાયર બ્રિગેડની અભૂતપૂર્વ વ્યવસ્થા હતી બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં તેમજ આ બંને તહેવારો દરમિયાન સમગ્ર પંથકમાં કોઈ અનિચ્છનીય બનાવ સામે ન આવતા સો કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો..