Wednesday, 11/12/2024
Dark Mode

સુખસરમાં એકટીવા સ્લીપ થતા અંબાજી દર્શનાર્થે જતો દાહોદના દંપતીને નડ્યો અકસ્માત…એકટીવા ચાલકે ટ્રકને ઓવર ટેક કરવા જતા આગળ કૂતરું આવી જતા બ્રેક મારતા એકટીવા સ્લીપ મારતા મહિલાના પગે ઉપર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળ્યા..

September 26, 2023
        3033
સુખસરમાં એકટીવા સ્લીપ થતા અંબાજી દર્શનાર્થે જતો દાહોદના દંપતીને નડ્યો અકસ્માત…એકટીવા ચાલકે ટ્રકને ઓવર ટેક કરવા જતા આગળ કૂતરું આવી જતા બ્રેક મારતા એકટીવા સ્લીપ મારતા મહિલાના પગે ઉપર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળ્યા..

બાબુ સોલંકી :- સુખસર

 સુખસરમાં એકટીવા સ્લીપ થતા અંબાજી દર્શનાર્થે જતો દાહોદના દંપતીને નડ્યો અકસ્માત…

 એકટીવા ચાલકે ટ્રકને ઓવર ટેક કરવા જતા આગળ કૂતરું આવી જતા બ્રેક મારતા એકટીવા સ્લીપ મારતા મહિલાના પગે ઉપર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળ્યા..

મહિલા તથા પુરુષને હાથે પગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે દાહોદના સૈફી હોસ્પિટલમાં ખસેડાયા..

બાળકીનો બચાવ,  દાહોદના સેફી હોસ્પિટલ પર સાંસી સમાજનું ટોળું ભેગું થયું..

સુખસર,તા.૨૬

સુખસરમાં એકટીવા સ્લીપ થતા અંબાજી દર્શનાર્થે જતો દાહોદના દંપતીને નડ્યો અકસ્માત...એકટીવા ચાલકે ટ્રકને ઓવર ટેક કરવા જતા આગળ કૂતરું આવી જતા બ્રેક મારતા એકટીવા સ્લીપ મારતા મહિલાના પગે ઉપર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળ્યા..

સુખસરમાં બેફામ બનેલા વાહન ચાલકો દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જી રહ્યા છે.તેવી જ રીતે આજરોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં સુખસરથી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર સુખસર માંથી દાહોદના સાસી પરિવારના પતિ પત્ની તથા પુત્રી પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે એક્ટીવા ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતા આગળ કૂતરું આવી જતા એકટીવા ચાલકે તેના કબજાની ગાડી ને બ્રેક મારતા એકટીવા સ્લીપ ખાઈ ગઈ હતી.અને એકટીવા ચાલક સહિત તેમના પત્ની તેમજ પુત્રી રોડ ઉપર પટકાતા પુરુષ તથા મહિલાને ટ્રકના ટાયર હાથ-પગ ઉપર ફરી વળતાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જ્યારે કિશોરીને સામાન્ય ઈજા પહોંચતા આ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા

સુખસરમાં એકટીવા સ્લીપ થતા અંબાજી દર્શનાર્થે જતો દાહોદના દંપતીને નડ્યો અકસ્માત...એકટીવા ચાલકે ટ્રકને ઓવર ટેક કરવા જતા આગળ કૂતરું આવી જતા બ્રેક મારતા એકટીવા સ્લીપ મારતા મહિલાના પગે ઉપર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળ્યા..

દાહોદ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ટ્રકને સુખસર પોલીસે કબજે લીધી હોવાનું જાણવા મળે છે. દાહોદના છાપરી ગામે રહેતા સાંસી પરિવારને અકસ્માત નડતા સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો દવાખાના ઉપર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરાના સુખસર ખાતે આજરોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં દાહોદના છાપરી થી અંબાજી દર્શનાર્થે જતા એકટીવા ચાલક રાકેશભાઈ પુનમભાઈ સાસી તથા તેમના પત્ની સરિતાબેન રાકેશભાઈ સાસી તથા પુત્રી રાધિકાબેન રાકેશભાઈ સાંસી નાઓ એકટીવા નંબર-જીજે-૨૦.બીસી-૬૪૫૮ ઉપર સંતરામપુર તરફ જઈ રહ્યા હતા.તેવા સમયે સુખસર ગામમાંથી પસાર થતાં હાઇવે માર્ગ ઉપર માર્કેટયાર્ડની સામે આગળ જઈ રહેલ ટ્રક નંબર-આરજે.૦૯-જીબી-૯૦૫૬ ને એકટીવા ચાલક ઓવરટેક કરવા જતા એક્ટીવા

સુખસરમાં એકટીવા સ્લીપ થતા અંબાજી દર્શનાર્થે જતો દાહોદના દંપતીને નડ્યો અકસ્માત...એકટીવા ચાલકે ટ્રકને ઓવર ટેક કરવા જતા આગળ કૂતરું આવી જતા બ્રેક મારતા એકટીવા સ્લીપ મારતા મહિલાના પગે ઉપર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળ્યા..

આગળ કૂતરું આવી જતા કૂતરાને બચાવવા એકટીવા ચાલકે તેના કબજાની ગાડીને બ્રેક માર્યો હતો.જેથી એકટીવા સ્લીપ ખાઈ ગઈ હતી.અને એકટીવા સવાર ત્રણ લોકો રોડ ઉપર પટકાયા હતા.અને ટ્રકના પાછળના ટાયર રાકેશભાઈ સાસીના હાથ ઉપર તથા પત્ની સરિતાબેન સાંસી બંને પગો ઉપર ચડી ગયા હતા.તેમાં યુવાનને બંને હાથ ઉપર તથા મહિલા ને બંને પગો ઉપર ટ્રકના ટાયર ફરી મળતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.જ્યારે આ એકટીવા સવાર કિશોરીને સામાન્ય ઇજા પહોંચી હતી.અકસ્માત સર્જાતા આસપાસ માંથી લોકોએ દોડી આવી સમયની રાહ જોયા વિના ખાનગી બોલેરો ડાલામાં આ ઇજા ગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા.પરંતુ મકવાણા વરુણામાં જતા 108 એમ્બ્યુલન્સ આવી પહોંચતા આ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.એકટીવા સવાર ત્રણ લોકો દાહોદ ના સૈફી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.અકસ્માતમાં સંડોવાયેલ ટ્રક સુખસર પોલીસે કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 સુખસરમાં વાહનચાલકો પૂરપાટ હંકારતા હોવાથી સ્પીડ બ્રેકર મુકવાની માંગ..

 સુખસર ગામમાં હાલ રસ્તાની નવીનીકરણ કામગીરી કરવામાં આવેલ છે.અને સુખસર ગામ પૂરતો રસ્તો આર.સી.સી કરવામાં આવેલ છે.બીજી બાજુ સુખસર ગામમાં કેટલાક વાહન ચાલકો પોતાના કબજાની ગાડીઓને પુરપાટ હંકારી રહ્યા છે.જેના લીધે અનેક વાહનો સુખસરમાં હાઇવે માર્ગ ઉપર સ્લીપ ખાય છે.ત્યારે આ રસ્તા ઉપર સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!