દાહોદ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ટાણે સોશિયલ મીડિયામાં કટાક્ષ મારવા બદલ માજી પ્રમુખને કારણદર્શક નોટિસ….

Editor Dahod Live
2 Min Read

વિનોદ પંચાલ :- દાહોદ 

દાહોદ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ટાણે સોશિયલ મીડિયામાં કટાક્ષ મારવા બદલ માજી પ્રમુખને કારણદર્શક નોટિસ….

શોશયલ મીડિયામાંથી થોડીવારમાં પોસ્ટ દૂર કરાઈ:10 દિવસમાં જવાબ આપવા ભાજપ જિલ્લા પ્રમુખે તાકીદ કરી…

દાહોદ તા.16

દાહોદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી પછી દાવેદાર મણાતા પ્રમુખ પદ વાંછુક ઉમેદવારો દ્રારા પોતાનું પત્તુ કપાતા વિવિધ સ્વરૂપે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા જોકે એ પૈકી પ્રમુખના પરબલ દાવેદાર ગણાતા અને જેનું નામ નિશ્ચિત હોવાનું મનાતું હતું તેવા માજી નગર પ્રમુખ અને હાલ પક્ષના નેતા તરીકેની કામગીરી સંભાળતા રાજેશ સહેતાયએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મુકતા રાજકીય વર્તુળમાં ખલભળાટ મચી જવા પામ્યો હતો પરંતુ આશ્ચર્ય વચ્ચે થોડીકજ મિનિટોમાં સોશિયલ મીડિયા પરથી ડિલેટ કરી દેવાતા હતપ્રત થયેલા અને ખુબજ આક્રોષિત અવસ્થામાં પોસ્ટ મુકાઈ હોવાનું સૌ ને પ્રતિત થવા પામ્યું પરંતુ આ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલેટ થાય તે પહેલાજ અ ગણિત રીતે વાયરલ થવા પામી હતી અને તરેહ તરેહના પ્રત્યાઘાતો બહાર આવી રહ્યા હતા

ચૂંટણીમાં પોતાનું પત્તુ કપાતા આક્રોશ ભરી રીતે કરાયેલી સોશિયલ આ મીડિયાની આ પોસ્ટ અનેકો તરફ અંગુલી નિર્દેશ કરતી હતી અને પક્ષને અથવા વ્યક્તિને પણ નુકશાન પહોંચાડશે તેવી લાગણી પણ વ્યક્ત થતી હતી તેવા સમયે ભલે પોસ્ટ ડિલેટ કરી દેવામાં આવી હતી કરી દેવાઈ હતી પરંતુ આ અંગે કઈને કઈ પગલા લેવાશે તેવી દહેશત સામાન્ય લોકોમાં પણ ચર્ચાતી હતી અને આખરે આજે રાજેશ સહેતાયને જિલ્લા પ્રમુખ દ્રારા કારણ દર્શક નોટિસ પાઠવી દિન સાતમાં ખુલાસા આપવા માટે જણાવાયું છે ત્યારે આગામી દિવસમાં આ મુદ્દો કઈ દિશામાં જશે તે જોવું રહ્યું અત્રે ઉલ્લેખનીય છે કે શ્રનિક આક્રોશ પછી ડિલેટ થયેલી પોસ્ટ બાદ મોડી સાંજે માજી હોદ્દેદારો અને નવનિયુક્ત હોદ્દેદારો તેમજ શહેર સંગઠનના પદાધિકારીઓ એક સાથે ભેગા થઈ ગળે મળ્યા હોવાનું આધાર ભૂત સુત્રો દ્રારા જાણવા મળ્યું છે ત્યારે હાલ આ મુદ્દો શહેરમાં ચોરેને ચવટે ચર્ચાઈ રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયાની પોસ્ટ કોને કેટલું નુકશાન પહોંચાડશે કે પછી ઘી ના ઠામમાં ઘી ઢોળાશે તે આવનાર સમય બતાવશે

Share This Article