
રાજેશ વસાવે દાહોદ
આછવણી ગ્રામપંચાયતના સભ્યોની જાણબહાર સામાન્ય સભા બોલાવી ઠરાવમાં હાજર સભ્યો હાજર બતાવી રોજમદાર મંગુભાઇ ભડાકિયાને નોકરી માંથી બરતરફ કરતા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ.
નવસારી તા. ૧૦
છેલ્લા ઘણા સમયથી વિવાદોનું કેન્દ્ર બનેલી આછવણી ગ્રામપંચાયતના વિવાદો અટકવાનું નામ જ નથી લેતા.ગત 5 સપ્ટેમ્બરના રોજ ગ્રામપંચાયતના કોઈપણ હોદ્દા પર નહીં હોવા છતાં સરપંચપતિ દ્વારા એજન્ડો ફેરવી તાત્કાલિક સામાન્યસભાનું આયોજન કરવામાં આવતા કેટલાંક સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવેલ જેને પગલે તલાટી દ્વારા લેખિતમાં સામાન્ય સભા મોકૂફ રાખેલ હોવાનું જણાવવામાં આવ્યા બાદ થોડી જ વારમાં વિરોધ કરનારા સભ્યોની જાણબહાર સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ અને ઠરાવમાં 10 માંથી માત્ર 7 જ સભ્યો હાજર હોવા છતાં 9 સભ્યો હાજર બતાવી રોજમદાર મંગુભાઇ ભડાકિયાને નોકરીમાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવતા આછવણી ગામના લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો.આથી સભ્યો અને ગામના સામાન્ય લોકોએ આદિવાસી સમાજના આગેવાનો સાથે તાલુકા પંચાયત કચેરી પર મોટી સંખ્યામાં પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવી 5 સપ્ટેમ્બર નો ઠરાવ તાત્કાલિક અસરથી રદ કરવાની માંગણી કરેલ હતી અને આવી ખોટી રીતે ઠરાવ લખનાર તલાટી અને
સરપંચ અને એમના મળતીયાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગણી કરેલ હતી અને ગ્રામજનોની ખાસ ગ્રામસભા બોલાવવાની માંગ પર નિયત સમયમર્યાદા વીતી જવા છતાં આજદિનસુધી નહીં બોલાવવામાં આવેલ ગ્રામસભા તાત્કાલિક બોલાવવાની માંગ કરવામાં આવેલ હતી.અને જિલ્લા વિકાસ અધિકારીને અનુલક્ષીને લખાયેલી ફરિયાદ પરત્વે જો 7 દિવસની અંદર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચરવામાં આવેલ હતી.