સંજેલી-ગોઠીમ માર્ગ પર હાઇવે પર દોડતી કાર ભડભડ કરીને સળગી ઉઠી:કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ…
શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન,
સંજેલી તા.08
સંજેલી તાલુકાના ગોઠીમ જવાના માર્ગ પર હાઇવે ઉપર દોડતી ફોરવીલ ગાડીમાં ઓચિતુ આગ લાગવાનો બનાવ બનાવ બનવા પામ્યો છે જેમાં રાત્રિના સમયે ગોઠીમ તરફ જતી ફોરવીલ ગાડીમાં ઓચિંતી આગ લાગી હતી. જેમાં કારમાં સવાર પરિવારે સમય સુચકતા વાપરી કારમાંથી ઉતરી જતા તમામનો આબાદ બચાવ થયો હતો.જોકે આ બનાવમાં ફોરવીલ ગાડી સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ જતા કાર માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યો હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લાના સંજેલી થી ગોઠીમ તરફ જવાના માર્ગ પર ગતરોજ એક પરિવાર કારમાં સવાર થઈ જઈ રહ્યો હતો.તે સમયે અગમ્ય કારણોસર હાઇવે પર દોડતી કારમાં આગ લાગી જવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં કારમાં સવાર પરિવાર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તમામનો આબાદ બચાવ થયો હતો. જોકે આ બનાવના પગલે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાઇવે પર દોડતી આ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. તારે આગના આ બનાવમાં સંપૂર્ણ કાર બળીને રાખ થઈ જતા કાર માલિકને લાખોનું નુકસાન પહોંચવા પામ્યું છે.ત્યારે બનાવ સંદર્ભે સંજેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.