પીપલોદ ટ્રાફિક ની લાંબી કતાઓમાં ટ્રાફિક વ્યવસ્થાના બાબુઓ ગાયબ જોવા મળ્યા
પીપલોદ તા.૧
પીપલોદ ગામમાં થી પસાર થતો જૂનો નેશનલ હાઈવે પીપલોદ મેન બજાર વિસ્તારમાં થી પસાર થતો અને પીપલોદ ની રોડની આજુબાજુમાં આવેલી દુકાનોનું મુખ્ય માર્કેટ ગણાતું દેવગઢબારિયા પછીનુનું બીજા નંબર નું માર્કેટ બજાર ગણાતું હોય છે અને વર્ષોથી ધાર્મિક ત્યોહારો અથવા તો લગ્ન ગાળા જેવા ટાઈમ માં ખૂબ મોટી ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે તેવા સમયે રક્ષાબંધન ના પર્વ પર પીપલોદ મુખ્ય બજાર માં ટ્રાફિક ની સમસ્યા રોજેરોજ વણસતિ જોવા મળતી હોય છે અને ઘણા સમયે તો 108 એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ ના વાહનો ને પણ આવી ટ્રાફિક સમસ્યા માં જજુમવું પડે છે પણ પીપલોદ ટ્રાફિક સમસ્યા માટે જ્યારે જૂનું આઉટ પોસ્ટ હતું ત્યાર થી નવું પીપલોદ પોલીસ સ્ટેશન નું નિર્માણ થઈ સ્ટાફ અધિકારીગણ અને ટીઆરપી જેવા જવાનો વ્યવસ્થા માટે મૂકવામાં આવ્યા છતાં પણ આવી સમસ્યા ઓ વારંવાર ઊભી હોય તો પોલીસ સ્ટેશન ના ટ્રાફિક વિભાગના કર્મચારી વ્યવસ્થા ને ધોઈ ને પીજતા હોય એવું માનવું શું ?? અને જિલ્લા ટ્રાફિક અથવા પિપલોદ પોલીસ સ્ટેશન ટ્રાફિક જવાન અથવા ટીઆરપી જવાન જેવા દેવગઢ બારીયા જતા રોડ પર અને પીપલોદ બાયપાસ નેશનલ હાઇવે પર ટીઆરપી જવાન ચાર ચાર પાંચ પાંચ અને પોલીસ સાથે અલગ અલગ જગ્યા પર ટોળકી બનાવી ઉભા જોવા મળતા હોય છે પણ પીપલોદની ટ્રાફિક ની અવ્યવસ્થા ટાણે વારંવાર ગાયબ જોવા પણ મળતા હોય છે
વારંવાર જિલ્લા પોલીસ વડા ના લોક દરબાર અને સ્થાનિક પોલીસને રજૂઆત કરવા છતાંય પીપલોદ નગરમાં ગંભીર અને વિકાસ ગણાતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ નીવડી છે. અત્યારે પીપલોદમાં વધુ ઘેરી બનતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક પોલીસ તેમજ ટીઆરપી જવાનોને ટ્રાફિકને નિયંત્રણ અને કંટ્રોલ રાખવા માટે તાલીમ આપી પીપલોદ ને ટ્રાફિકની વિકટ સમસ્યા માંથી દૂર કરે તેવી માંગણી ઉઠવા આવી છે