સાંસદના ગૃહ ગ્રામ સિંગવડમાં બિસ્માર રસ્તાઓથી વાહનચાલકોને હાલાકી..
સરકારી તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોવાની ચર્ચા…
સીંગવડ તા.૩૧
સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં પીપલોદ રોડથી ચુંદડી રોડ તથા નીચવાસ બજારમાં જ્યાં દેખો ત્યાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા હોવા છતાં સરકારી તંત્ર દ્વારા આ ખાડાઓ પુરવા કે પછી નવીન રસ્તો બનાવવા માટે આંખ આડા કાન કરતા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.જ્યારે આ સિંગવડ બજારના રસ્તાઓમાં ઘણા સમયથી જ્યાં દેખો ત્યાં ખાડાઓ પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સિંગવડ બજારના રસ્તાને બનાવ્યા ને સાત થી આઠ વર્ષ ઉપરાંત થઈ ગયા હોય તો આ રસ્તાને સરકારી તંત્ર દ્વારા બનાવવામાં નહીં આવતા ખાડા પડેલા રસ્તાઓ પરથી વાહન ચાલકોને નીકળવું પડતું હોય છે.જેના પગલે વાહન ચાલકોને હાલાકીની સાથે વાહનને ઘણું નુકસાન થતું હોય છે.જ્યારે ઘણી વખત તો આ ખાડાઓના લીધે અકસ્માત પણ થતા હોય છે જ્યારે આ રસ્તાની વચ્ચે પડેલા ખાડા નહી પુરાતા તેનામાં વરસાદી પાણી ભરાઈ રહેતા તેના લીધે પણ મચ્છરોનો ઉપદ્રવ પણ વધવા માંડ્યો છે જેના લીધે ડેન્ગ્યુ જેવી બીમારીઓ ઉત્પન્ન થતી હોય છે જ્યારે આ રસ્તાને બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે માટે જે આ રસ્તા ના લાગતા વળગતા અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ દ્વારા આ સિંગવડ બજારના રસ્તા ને નવીન બનાવવામાં આવે તેવી વાહનચાલકો તથા લોકોની માંગ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદના ગૃહ ગામમાં રસ્તાની આવી દુર્દશાના પગલે દિવા તળે અંધારું જેવો ઘાટ સર્જાઈ રહ્યું છે.સાંસદના ગૃહ ગામ સિંગવડના રસ્તાઓ પરથી સાંસદ તેમજ વહીવટી તંત્રના અવર જવર કરતા અધિકારીઓને આ બિસ્માર રસ્તાઓ દેખાતા નથી કે શું.? આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર ઘટતું કરે તેવી લાગણી અને માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે.