સંજેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Editor Dahod Live
2 Min Read

સંજેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

નરેગામાં ભ્રષ્ટાચાર ગૌચરના દબાણો સહિત 10 અરજદારો ઉપસ્થિત રહ્યા.

સંજેલી તા.25

સંજેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ માં ગૌચરના દબાણો નરેગામાં ભ્રષ્ટાચાર, ચેક વોલ બનાવી નાણાની ઉચાપત કર્યા હોવા નો આક્ષેપ, રેશનકાર્ડ વિભાજન બારકોડ ,વૃદ્ધ પેન્શન યોજના સહિતના 10 મુદ્દાઓની રજૂઆત કરતા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

Deep Homeo & Skin Care Clinic

Dr. Hiral shah (B.H.M.S,FMC ) Certified counsellor

 

(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?

(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?

(3)શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?

તો આજે જ અમારા ક્લિનિકની મુલાકાત લો જ્યાં આપને ચામડીના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓનો સચોટ અને સરળ ઉપચાર મળશે.

એટલું જ નહિ..શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ* સહિતની બીમારીઓનું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી.. તો રાહ શેની જુઓ છો. આજે જ સંપર્ક કરો…

Dr. Hiral shah (B.H.M.S, FMC )

Mo.9879248254

નવકાર વાઁચ કાંની ઉપર રામા હોટલ પાસે ઝાલોદ રોડ,દાહોદ

 

સંજેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ ની અધ્યક્ષ સ્થાને અને મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, વૃદ્ધો અને વૃદ્ધ પેન્શન યોજના, વિભાજન થયેલા રેશનકાર્ડ ધારકોને બારકોડ રેશનકાર્ડ, ના અરજદારોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો, સંજેલી ખાતે રેકર્ડ સાથે ચેડા કર્યા હોવાની ગૌચરની 117 અને 117,1 ના ગૌચરના દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી, રણજીતભાઈ વસૈયા ની ઢાળસીમળ ગામે વર્ષ 2015 થી 2022 દરમિયાન નાણાપંચ વિકાસના કામોની ગ્રાન્ટ તાલુકાની વિવિધ યોજનાઓની ગ્રાન્ટ નરેગામાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સોંપવામાં આવી. ધમેણા ગામે ખુંમાભાઈ ભુરાભાઈ ભીલવાળા ના સર્વે નંબરમાં બે લાખ ઉપરાંતની ચેક વોલ બતાવી નાણાની ઉચાપત કર્યા હોવાની રજૂઆત,જેની તપાસ દરમિયાન નજીકમાં સર્વે નંબરમાં ચેક હોલ બનાવ્યો હોવાની અહેવાલ રજૂ કરાયો..

Share This Article