લીમખેડાના ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટનો એક જ દિવસમાં બે ઐતિહાસિક ચુકાદાથી કોર્ટ સંકુલમાં સન્નાટો.
છ વર્ષ અગાઉ કુટુંબી ભાઈએ કુવા પર પાણી ભરવા ગયેલી યુવતી જોડે રેપ વિથ મર્ડરના બનાવમાં આરોપીને આજીવન કેદ,તેમજ સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મના કેસમાં દસ વર્ષની સજા ફટકારી…
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાની લીમખેડાની ત્રીજા એડીશ્નલ સેશન્સ કોર્ટ દ્વારા એકજ દિવસમાં બે ઐતિહાસિક ચુકાદા આપ્યાં હતાં.જેમાં એક કેસમાં આરોપી દ્વારા એક સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મની ઘટનામાં આરોપીને ૧૦ વર્ષની કેદની સજા જ્યારે બીજા અને બનાવમાં એક આરોપી દ્વારા એક સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને કોઈ ઝેરી દવા પીવડાવી તેણીને મોતને ઘાટ ઉતારી દીધાંના બનાવમાં કોર્ટ દ્વારા આ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવતાં કોર્ટ સંકુલમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી.
લીમખેડાની ત્રીજા એડીશ્નલ સેશન્સ કોર્ટ દ્વારા આજરોજ બે બનાવોના કેસોમાં બે આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી જેમાં પ્રથમ બનાવમાં ગત તા. ૩૦.૦૯.૨૦૧૯ના રોજ ધાનપુર તાલુકાના ગાહેલવાઘા ગામેથી એક સગીરાને અશોકભાઈ વીઠ્ઠલભાઈ ઠાકોર (રહે. કાનવા, ઠાકોરપુરા ફળિયુ, તા. જંબુસર, જી. ભરૂચ) નાઓ દ્વારા અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે આ બનાવની ફરિયાદ નોંધાવવા પામી હતી ત્યારે આ બનાવનો કેસ આજરોજ લીમખેડાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા આરોપી અશોકભાઈ વીઠ્ઠલભાઈ ઠાકોરને દોષી ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂા. ૧૦ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો અને જાે દંડની રકમ નહીં ભરે તો વધુ ૦૬ માસની સાદી કેદની સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી હતી.
ત્યારે અન્ય એક કેસમાં પણ લીમખેડાની કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવ્યો હતો જેમાં ગત તા.૨૦.૦૯.૨૦૧૯ના રોજ લીમખેડા તાલુકાના પીપળીયા ગામેથી એક ૨૦ વર્ષીય યુવતીને કુટુંબી ભત્રીજાે વાલસીંગભાઈ દલાભાઈ પરમારે યુવતીને નજીકના ખેતરમાં લઈ જઈ યુવતીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યા બાદ યુવતી આ ઘટનાની જાણ પરિવારજનોને કહી દેશે, તેમ સમજી આરોપી વાલસીંગભાઈ દલાભાઈ પરમારે યુવતીને કોઈ ઝેરી દવા પીવડાવી દઈ પીવડાવી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના બાદ આ મામલે રણધીકપુર પોલીસ મથકે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જે કેસ પણ લીમખેડાની કોર્ટમાં ચાલી જતાં આરોપી વાલસીંગભાઈને આજીવન કેદની સજા સાથે રૂા. ૧૦ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો અને જાે દંડની રકમ નહીં ભરે તો વધુ ૦૧ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.
આમ, લીમખેડાની ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ દ્વારા એકજ દિવસમાં બે અલગ અલગ કેસોમાં બે આરોપીઓને સજા ફટકારવામાં આવી છે ત્યારે ભુતકાળમાં પણ લીમખેડાની કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદાઓ આપ્યાં હતાં.
————————-