
લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝાટકોફ તેપુરામાં ગત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર ગોવિંદ પરમારે રાજીનામું ધર્યું:કોંગ્રેસમાં ઘર વાપસી થવાના એધાણ…
દાહોદ તા.21
દાહોદ જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.જેમાં કોંગ્રેસને રામ રામ કરી ગત વિધાનસભાની ચૂંટણીમાં ફતેપુરા વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે આજરોજ આમ આદમી પાર્ટી જોડે છેડો ફાડી દીધો છે. તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી પુનઃ કોંગ્રેસમાં જોડાઈ ઘર વાપસી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગોવિંદ પરમારે રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટીને ઝાટકો લાગ્યો છે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપે જિલ્લાની તમામ વિધાનસભા સીટ કબજે કરી હતી. પરંતુ આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું જબરદસ્ત ધોવાણ થતા આમ આદમી પાર્ટી જિલ્લામાં મોટાભાગની સીટ પર બીજા નંબર પર હતી. અથવા તો કોંગ્રેસની કારમી હાર પાછળ પણ આમ આદમી પાર્ટી જ જવાબદાર હતી. જે સમીકરણો જોતા લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કંઈક કરી બતાવશે તેવા એધાણ પણ વર્તાઈ રહ્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા દાહોદમાં આમ આદમી પાર્ટીને ઝાટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં કોંગ્રેસને રામ રામ કરી ગત વિધાનસભાની ચૂંટણીમાં ફતેપુરા વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારી કરનાર ગોવિંદભાઈ પરમારે આજરોજ આમ આદમી પાર્ટી જોડે છેડો ફાડી દીધો છે.તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી પુનઃ કોંગ્રેસમાં જોડાઈ ઘર વાપસી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગોવિંદ પરમારે રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટીને મોટા ઝાટકા સમાન સાબિત થઈ રહ્યું છે. ગોવિંદ પરમારના ડીપી પર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ નું ફોટો જોવા મળી રહ્યો છે પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં હજી જોડાયા નથી તેવું કોંગ્રેસના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યો છે પરંતુ ગોવિંદભાઈ પરમાર ગમે ત્યારે નજીકના સમયમાં કોંગ્રેસમાં ઘર વાપસી કરશે તેવું વિશ્વાસનીય સૂત્રો દ્વારા જાણવા મળે છે.