એલસીબી પોલીસે CCTV ફૂટેજના આધારે મીયાપુર પોલીસ મથકના આરોપીને તેલંગાના પોલીસને સુપ્રત કર્યો.
તેલંગાણામાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને દાહોદ LCB એ જેલભેગો કર્યો.
દાહોદ LCB એ તેલંગાણા સાયબરાબાદ જિલ્લાના મીયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના CCTV ફૂટેજ ના આધારે આંબલી ખજુરીયા ના ઈસમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હોવાનું સામે આવ્યું છે.
દાહોદ તા. ૧૯
મળતી વિગતો અનુંસાર એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી ડીંડોર ની સૂચના આપેલ કે તેલંગાણા પોલીસની ટીમ તપાસ અર્થે આવી છે જેમાં આંતરરાષ્ટ્રીય તેલંગાણા સાયબરાબાદ જિલ્લાના મીયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના CCTV ફૂટેજ બતાવેલ જે જોતા ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજ્યના પહેરવેશ વાળા ઇસમો હોવાનો જણાવ્યું હતું જેને પકડવા માટે ટેકનિકલ સોર્સ માધ્યમની મદદ લેવાય હતી જેમાં ઇન્સ્પેક્ટર એલ.એમ ડામોર તથા પોલીસ સબ ઇસ્પેક્ટર જે.બી ધનેસા તેમજ એલ.સી.બી.ટીમેં બનાવ વાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ ની ઝીણવપૂર્વક તપાસ કરતા CCTV કેમેરામાં જોવા મળતા ઈસમ મુકેશભાઈ ભારુભાઈ નિનામા ને હ્યુમન સોર્સના માધ્યમથી પકડી પાડી તેને વિશ્વાસમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે પોતે તથા પોતાના સાગરીકો સાથે મળી ઘરફોડ ચોરી કરેલ અને સીસીટીવી માં પોતે તથા પોતાના સાગરીતો હોવાની કબુલાત કરી હતી જે આરોપી તેના સાગરીકો સાથે ભેગા મળી દિવસ દરમિયાન બંધ મકાનની રેકી કરતા અને રાત્રિના સમયે ચોક્કસ ટાર્ગેટ મુજબ ઘરફોડ ચોરી કરતા હતા જેને દાહોદ એલ.સી.બી પોલીસે પકડી પાડી તેલંગાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.