Sunday, 08/09/2024
Dark Mode

આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ રસ્તાથી વંચિત ગ્રામજનો.

August 12, 2023
        325
આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ રસ્તાથી વંચિત ગ્રામજનો.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

ગ્રામસભામાં અનેકવાર રજુઆતો છતાંય પરિણામ શૂન્ય..

આઝાદીના ૭૫ વર્ષ પુરા થયા બાદ પણ પિછોડામા રસ્તાથી વંચિત રહેતા ગ્રામજનો નારાજ…

સંજેલી તાલુકાના પિછોડામા રસ્તાને લઈને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત.

દેશ આઝાદ થયો ત્યારથી રસ્તાથી વંચિત ઈમરજન્સી 108 ને પણ આવવું મુશ્કેલ છે.

સંજેલી તા.૧૨

 

સંજેલી તાલુકાથી 4કિમી અંતરે આવેલ પીછોડા ગામે ભીત મંદિર ફળિયાનો રસ્તો નવીન બનાવવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી નવીન રસ્તો બનાવવા માંગ. ગતીશીલ ગુજરાત ના વિકાસ કાર્યોમા સહભાગી થવા ગુજરાત તથા કેંદ્ર સરકાર તરફથી વસુલવામા આવતા તમામ પ્રકારના કર (ટેક્ષ) વર્ષો થી બિનચુક ચુકવતા આવેલ છીએ. પરંતુ આ ગતીશીલ ગુજરાતની કડવી વાસ્તવીકતા છે કે આઝાદીના ૭૫ વર્ષ પુરા થયા બાદ પણ પિછોડા ગામના ડુંગરભીત મુખ્ય રસ્તા થી મંદિર ફળીયા તરફ આવવા માટે વર્ષો જુનો એક શેરી રસ્તો છે જે ગામની ગૌચર જમીન માથી પસાર થાય છે. જે શેરી રસ્તો મંદિર ફળીયાને ગામના મુખ્ય માર્ગ સાથે જોડે છે. તે રસ્તા બાબતે ગ્રામસભા મા રજુઆતો કરી કરી ને પગના તળીયા ધસાઇ ગયા છતાં પણ આજદીન સુધી આ રસ્તો બનાવવામા આવેલ નથી. ભારત દેશ આઝાદ થયો ત્યાર પહેલાથી પીછોડાં ગામની ગૌચર જમીન ગામના સર્વે નંબર ૨૦ મા આવેલી છે આજ ગૌચર જમીન માંથી એટેલે કે ડુંગરભીત મુખ્ય રસ્તા થી મંદિર ફળીયા તરફ આવવા માટે વર્ષો જુનો એક શેરી રસ્તો છે. અને આ શેરી રસ્તો જ મંદિર ફળીયા ના રહિશો માટે જીવાદોરી છે. જે શેરી રસ્તો હાલ માં કાચો છે અને ગેરકાયેસર દબાણોથી ઘેરાયેલો છે. જે રસ્તા પરના દબાણો દુર કરી પાકો રસ્તો બનાવવા ગ્રામસભા મા અનેક વાર રજુઆત કરવામા આવી છે. આ બાબતે તાલુકા પંચાયત અધિકારી ને પણ લેખીત મા અરજીઓ કરી રજુઆતો કરવામા આવી છે. પરંતુ આ રસ્તો વિવાદિત છે તેમ જણાવી અરજીઓ ફાઇલે કરવામા આવી છે. દાહોદ જીલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર ને પણ મૌખીક તથા લેખીત મા રજુઆત કરવામાં આવતા તેમણે પણ આ રસ્તો બનાવવા ગામના સરપંચ ને હુકમ કરી ગ્રામજનો ને બાહેધરી આપેલ હતી તેમ છતા આ વર્ષો જુના શેરી રસ્તો બાબતે તાલુકા તથા જીલ્લા વહિવટી તંત્ર દ્વારા કોઇ જ પ્રકારનુ સર્વેક્ષણ કે કાર્યવાહી કરવામા આવી નથી. આ શેરી રસ્તો બનવા કે પાકો ન થવાના કારણે અમો મંદિર ફળીયાના રહિશો સરકાર ની સુવિધાઓ થી વંચિત છે. કેંદ્ર તથા ગુજરાત સરકાર તરફથી પુરી પાડવામા આવતી પ્રાથમીક સુવીધાઓથી વર્ષો થી વંચીત છીએ ખાસ કરીને ચોમાસાની ઋતુ મા સગર્ભા મહિલાઓ કે બિમાર વ્યક્તી તાત્કાલીક હોસ્પીટલ પહોચાડી શકાતી નથી, બાળકો શિક્ષણ લેવા શાળાએ જઈ શકતા નથી, ખેડુત પોતાના ખેતરમા ખેતી કરવા સારુ બિયારણ કે ખાત લાવી શકતો નથી અને જો ગમે તે રીતે અનાજ પાકી પણ જાય તો અનાજ વહેચાવના સમયમાં આ અનાજ માર્કેટ યાર્ડ સુધી પહોચાડી શક્તો નથી, ખેડુત પોતાના પાલતુ પશુઓ સારુ ચારો લાવી શક્તો નથી,મંદીર ફળીયાના વ્રુધ્ધો પોતાના જીવનની અંતીમ ક્ષણો મા પણ ઘરની બહાર નીકળી શકતા નથી, ગામના રહિશો પોતાના ગામના જ રહિશો કે બહારની રંગીન અને સંગીન અને સુંદર દુનીયા સાથે વ્યવહાર પણ રાખી શકતા નથી, મંદીર ફળીયાના યુવાનો રોજગારી અર્થે જઈ શકતા નથી. ટુંક મા કહિએ તો આ વિસ્તાર ના લોકો નું કહેવું છેકે પરદાદા અને અમારા જીવનમા આઝાદીના ૭૫ વર્ષો વિત્યા બાદ જીવન જીવવાનો કોઇ ઉત્સાહ નથી.જેથી સ્થાનિકોની માંગ એવી છેકે સરકાર દ્વારા સત્વરે આ નવીન રસ્તો બનાવવા માં આવે તો આ ફળિયા માં રહેતા ૨૦૦ જેટલા માણસો ને અવર જવર માં ફાયદો થાય તેમ છે અને ૧૦૮ ની સુવિધા પણ ઘર આંગણે મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!