સંજેલી તાલુકાના મોટી આંબલીયા ગામે મુસાફરો ભરેલી એસટી બસ પલટી મારી:41 મુસાફરોનો આબાદ બચાવ.
સિંગલ પટ્ટી રોડ પર પૂર ઝડપે રેતી ભરેલી ટ્રક સામે આવતા સંજેલી-સુરત બસને નડ્યો અકસ્માત
એસટી બસ રોડની સાઈડમાં આવેલા ખેતરમાં પલટી મારી..
એસટી વિભાગે ક્રેન મારફતે એસટી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ.
રોડની સાઈડમાં કેબલ નાખ્યા બાદ પુરણ અવ્યવસ્થિત પૂરણ કામના લીધે બસ પલ્ટી મારી.
દાહોદ તા.11
સંજેલીથી સુરત જતી બસને મોટા આંબલીયા ગામે પૂરઝડપે આવતા રેતીના ડમ્પરના લીધે અકસ્માત નડતા બસ રોડની સાઈડમાં ખુલ્લા ખેતરમાં પલટી ખાઈ જતા બસમાં સવાર 41 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સિંગલ પટ્ટી રોડ પર રેતી ભરેલા ડમ્પર ચાલકે પોતાનો વાહન પૂર ઝડપે હંકારી લાવતા બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડમાં દબાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો અને મોટી હોનારત બનતા ટળી ગઈ હતી.
સંજેલીથી સુરત જતી બસ સવારે થી 7:30 વાગ્યે ઉપડીને સુરત જવા નીકળી હતી. અને રસ્તામાં મોટા આંબલીયાની ઘાટીમાં સામેથી રેતી ભરેલું ડમ્પર ચાલકે પોતાનું વાહન પુર ઝડપે બસની સામે લાવતા બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડમાં ઉતારતા આ બસ કેબલ નાખવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદેલા ખાડામાં બરોબર પૂરણ નહીં કરાતા બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ખુલ્લા ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં બસમાં સવાર 41 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.પરંતુ આ ઘટનાથી બસમાં બેસેલા મુસાફરોનો જીવ તળિયે ચોટી ગયો હતો. જોકે અકસ્માત બાદ આસપાસના દોડી આવેલા ગ્રામજનોએ મુસાફરોને કાચ તોડીને બહાર કાઢ્યા હતા. અત્રે ઉલ્લેખની છે કે કેબલ કંપનીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા કેબલ નાખવા માટે લાઈનો ખોદવામાં આવી હતી પરંતુ ખાડાઓનું વ્યવસ્થિત પુરણ ન કરતા વાહનો ફસાયા છે. થોડા સમય પહેલા જ ઝાલોદ થી સિંગવડ આવતી બસ સાંજે સાડા ત્રણ વાગ્યે ફસાઈ ગઈ હતી જ્યારે આવા બસો ફસાવવાના ઘણી બધી વખત બનાવ બનવા પામ્યા છે. જોકે સરકારી તંત્ર દ્વારા આ કેબલ કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદેલા ખાડાઓ વ્યવસ્થિત પૂરન કરવામાં આવે તો આ અવારનવાર થતાં એક્સિડનો અને ફસાતા વાહનો બંધ થાય તેમ છે અને મુસાફરોનો પણ જીવ બચી શકે તેમ છે માટે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે