
યાસીન ભાભોર ફતેપુરા
*વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ*
ફતેપુરા તા. 5
આજે તારીખ 5 ઓગસ્ટ 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા પોલીસ મથકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથક વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
જેમાં ફતેપુરા પોલીસ મથક વિસ્તારના વિવિધ ગામોના આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ શાંતિ સમિતિની બેઠક ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ.જી.કે ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ઉપસ્થિત આદિવાસી સમાજના આગેવાનો સાથે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ એ વિવિધ મુદ્દે ચર્ચાઓ અને વિચારણાઓ કરી હતી તેમજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ રીતે અને સોહાર્દ ભરી રીતે ઉજવવા માટે ઉપસ્થિત આગેવાનોને અપીલ કરી હતી.