
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકામાં આવાસથી વંચિત હોવાના પ્રમાણપત્ર મેળવવા પડાપડીના દ્રશ્યો….
સરકાર દ્વારા હાલ સ્વ ઘોષણા નામના આવાસનું ફોર્મ વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આવાસથી વંચિતનું પ્રમાણપત્ર લઇ ઓનલાઈન ફોર્મ ભરવા લોકોની ભીડ જામી…
સંજેલી તા.03
આવાસનો લાભ લેવા માટે તાલુકા પંચાયતમાં આવાસથી વંચિત નું પ્રમાણપત્ર લઈ આવશ માટે ફોર્મ ભરવા તાલુકામાં ભારે ભીડ જોવા મળી. સંજેલી તાલુકા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ આવાસ માટે તાલુકા કચેરીએ ફોર્મ લઈ આવાસ થી વંચિત રહેલા લાભાર્થીઓ તાલુકા પંચાયતમાં ફોર્મ વેરીફાઈ તેમજ પ્રમાણપત્ર લેવા પડા પડી થઇ રહી છે. પણ તાલુકા પંચાયતના કર્મચારીઓ ફોર્મ વેરીફાઈ કરી પ્રમાણપત્ર આપી રહ્યા છે. પરંતુ આ ફોર્મ અંગે કોઈપણ પ્રકારની બાહેધારી કે લાભાર્થીઓને લાભ મળશે કે નહીં તેની કોઈ પણ જાતની માહિતી આપવામાં આવતી નથી. લાભાર્થીઓ આવાસ નો લાભ લેવા માટે મકાનની આકારણી, જાતિનો દાખલો, બીપીએલ નંબર, આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લેવા માટે હજાર થી 1200 રૂપિયા ખર્ચો કરી આખો દિવસ બગાડી પંચાયતો સહિત તાલુકાઓમાં ટોળે ટોળા ઉમટી પડ્યા છે.સ્વં ઘોષણા ફોર્મ માટેની કોઈપણ જાતની ગાઈડ લાઈન ન મુકતા લાભાર્થીઓ ગૂંચવાયા.સંજેલી તાલુકા મા કેટલો લક્ષાંત છે? તાલુકા પંચાયત અધિકારી તેમજ કર્મચારીઓને આ ફોર્મ વિશે કોઈપણ જાતની માહિતી નથી?લાભાર્થીઓ ફોર્મ ભરવા માટે તેમજ પ્રમાણપત્ર માટે આખો દિવસ લાઇનમાં ઊભા રહી પડા પડી કરી રહ્યા છે. આવાસ માટેના ફોર્મ 1000 ઉપર આંકડો પહોંચી ગયો છે ત્યારે હજી તો કેટલાક લાભાર્થીઓ પેન્ડિંગમાં છે એક ફોર્મ ભરવા માટે 1,000 થી ₹1,500 નો ખર્ચ કરી આવાસ થી વંચિત લાભાર્થીઓ ભુખા ને તરસ્યા આખો દિવસ ઉભા રહી પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા પંચાયતમાં ભારે ભીડ જામી.