સંજેલી આઈસીડીએસ કચેરીમાં પટાવાળા પગાર માટે દોઢ વર્ષથી ધરમધક્કા ખાવા મજબુર બન્યા..
ક્લાર્ક દ્વારા પગારના બીલો બનાવી પેમેન્ટ પોતે લઈ લીધા હોવાનો આક્ષેપ.
સંજેલી તા. 26
3 મહિનાનો પગાર ના આપતાં અનેક વાર આઇ.સી.ડી.એસમાં મૌખિત રજુઆત.
સંકલિત બાળ વિકાસ યોજના કચેરીમાં ક્લાર્ક દ્વારા પટાવાળા ના બીલો બનાવી પાસ કરી બારોબાર ચાવ કર્યા હોવાની ચર્ચા.
સંજેલી તાલુકામાં 137 જેટલી આંગણવાડી કેન્દ્ર આવેલા છે. મોટા ભાગની કામગીરી ઓફિસ પર કરવાની હોય છે તેને લઈને ઓફિસના કર્મચારી દ્વારા પ્રાઇવેટ પટ્ટાવાળો રાખી ત્રણથી વધુ માસ રાખી ફક્ત એક જ માસનો પગાર આપી પટાવાળાને લેગ્યુલર તને કરી દઇશુ કરી 25 હજાર ની માંગણી કરવામાં આવી હતી પણ પટ્ટાવાળા એ 25 હજાર આપવાની ના પાડતા icds ના
કર્મચારી દ્વારા કહેવામાં આવીયુ કે તારે ડોક્યુમેન્ટમાં લોચા છે કહી તારે આટલા આપવા પડશે તેટલા આપવા પડશે કહી પટાવાળાએ રકમ આપવા ના પાડતા
પટાવાળાને ખદેડી મૂકી બારોબાર બીજા પટાવાળા ને રાખી લેતા અનેક વાર મૌખિત રજૂઆત કરવામાં આવી છે.પણ icds દ્વારા કોઈ પણ યોગ્ય જવાબ ના આપતાં હેરાન થઈલા પટ્ટાવાળા એ 3 મહિનાના બાકી રહેલો પગાર માંગતા ક્લાર્ક દ્વારા આજે કાલે કરતા 2 વર્ષ થયાં પટાવાળાનો પગાર નું બિલ વાઉચર તો બનાવીયુ પણ બિલ પોતાના ખાતામા જમા કરાવી દેવાયુ કે શુ? પગાર બાબતે અનેક વાર આઈસીડીએસ વિભાગને જાણ કરાતા એકબીજાને ખો આપી રહ્યા છે જાણે આ બાબતની કોઈને ખબર જ ના હોય તેમ અલગ અલગ જવાબ આપવામાં આવી રહ્યા છે જ્યારે 1 વર્ષ અગાઉ આ બાબતે સંજેલી icds માં ક્લાર્ક તરીકે ડામોર સાહેબ નો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે તેમનું બિલ વાઉચર બની ગયું છે બે દિવસમાં હું સંજેલી આવીશ જમા કરાવી દઉં છું તમે ટેન્શન ના લો તેમ કહી તેમને એક વર્ષ ઉપરાંત ટાઈમ હોવા છતાં આજ દિન સુધી પટાવાળા ના પગાર આપ્યો નથી આઇસીડીએસ કચેરી દ્વારા કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી ફક્ત કામ કરાવી અને બીલો બારોબાર ચાવ કરતા હોવાની સંજેલી નગરમાં ચારેય કોર ચર્ચા નો વિષય બન્યો છે.