Sunday, 08/09/2024
Dark Mode

મણિપુરની ઘટનાના પગલે સંજેલીમાં વેપારીઓએ ધંધો, રોજગારથી અળગા રહી સજ્જડ બંધ પાળ્યું..

July 23, 2023
        640
મણિપુરની ઘટનાના પગલે સંજેલીમાં વેપારીઓએ ધંધો, રોજગારથી અળગા રહી સજ્જડ બંધ પાળ્યું..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

શનિવારના રોજ જય જોહારના નારા સાથે પત્રિકા વિતરણ બાદ રવિવારે સંપૂર્ણ સંજેલી નગર સજ્જડ બંધ.

મણિપુરની ઘટનાના પગલે સંજેલીમાં વેપારીઓએ ધંધો, રોજગારથી અળગા રહી સજ્જડ બંધ પાળ્યું..

સંજેલી તા.૨૩

મણિપુરની ઘટનાના પગલે સંજેલીમાં વેપારીઓએ ધંધો, રોજગારથી અળગા રહી સજ્જડ બંધ પાળ્યું.. મણીપુર માંથી વાયરલ થયેલો વીડિયોમાં આદિવાસી સમુદાયની બે મહિલાઓને નીવસ્ત્ર કરીને ફેરવી સાથે નરાધમોએ મહિલાઓ સાથે દુષ્કર્મ પણ આચાર્ય હતું ત્યારબાદ દેશમાં બધી જગીયા પર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જાહેરમા આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે દાહોદના સંજેલી તાલુકાના આદિવાસી સમુદાય દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.મણિપુર અને મધ્ય પ્રદેશમાં લઘુશંકાના વિરોધમાં આદિવાસી પરિવાર દ્વારા આવેદન સહિતના કાર્યક્રમ કરાઇ રહ્યા છે. મણિપુરમાં થઈ રહેલી જાતિય હિંસાઓ રોકવા આદિવાસી મહિલાઓ પર થઈ રહેલા જાતીય દુષ્કર્મો રોકવા મધ્ય પ્રદેશમાં આદિવાસી પર થયેલા લઘુશંકા કાંડના વિરોધમાં અને ગુજરાતમાં જાતિય ભેદભાવ થઈ રહ્યો હોવાના વિરોધમાં આદિવાસી સમાજે શનિવારના રોજ જય જોહાર જય આદિવાસી ના નારા સાથે પત્રિકા વિતરણ કર્યા બાદ બંધનું એલાનની પત્રિકા વિતરણ કરવામાં આવી હતી જેના સમર્થનમાં સંપૂર્ણપણે સંજેલી તાલુકો રવિવારના રોજ વેપાર ધંધો બંધ કરી મણીપુર ની ઘટનાની લઈ સંજેલીનગર વેપારીઓ દુકાનો બંધ કરી સંપૂર્ણ બંધ રાખવામાં આવીયુ તેમજ ધંધા રોજગાર બંધ કરી અને દેશના હિત માટે આદિવાસી સમાજના હિત માટે પૂરું સમર્થન આપ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!