Sunday, 13/07/2025
Dark Mode

મેહુલિયો મહેરબાન..દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો: સવારથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં તોફાની બેટિંગ કરતા દાહોદ શહેર પાણી-પાણી

July 25, 2021
        2554
મેહુલિયો મહેરબાન..દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો: સવારથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં તોફાની બેટિંગ કરતા દાહોદ શહેર પાણી-પાણી

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં મેહુલિયો મહેરબાન: મધ્ય ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની હવામાન ખાતાની અગાહી સાચી પડી

દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો: સવારથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં તોફાની બેટિંગ કરતા દાહોદ શહેર પાણી-પાણી

 નીચાણવાળા વિસ્તારોમાં દાહોદના સ્ટેશન રોડ, ભગિની સમાજ નજીક,ભરપોડા સર્કલ, ગારખાયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા 

દાહોદ જિલ્લામાં સાંજ સુધીમાં 149 મીલીમીટર વરસાદ નોંધાયો: ધરતીપુત્રો ખુશખુશાલ

દાહોદ તા.૨૫

મેહુલિયો મહેરબાન..દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો: સવારથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં તોફાની બેટિંગ કરતા દાહોદ શહેર પાણી-પાણી મેઘરાજાની તોફાની બેટિંગ ના પગલે ઇન્દોર અમદાવાદ હાઈવે પાણી પાણી

ઘણા લાંબા સમયથી જાેવાતી રાહનો આજે અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે મધ્ય ગુજરાત અને ગુજરાત રાજ્યમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી હતી તેની સાથે જ દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે સવારથીજ મન મુકીને વરસી રહ્યાં છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં છે

મેહુલિયો મહેરબાન..દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો: સવારથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં તોફાની બેટિંગ કરતા દાહોદ શહેર પાણી-પાણી  મુશ્કેલીમાં વધારો..દાહોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાયા 

બીજી તરફ લાંબા સમયથી ખેડુત મિત્રો પણ મેઘરાજાની રાહ જાેઈ બેઠા હતાં અને પોતાના પાક સારો થાય તેવી આશા સેવી રહ્યાં હતાં ત્યારે આજના વરસાદી માહોલ વચ્ચે ખેડુતમિત્રો પણ ખુશખુશાહ થઈ ગયાં છે. દાહોદ જિલ્લામાં સવારથી સાંજના ચાર વાગ્યા સુઘી કુલ ૧૪૯ મીમી વરસાદ ખાબકી ચુક્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ ઘુંટણ સમા પાણી ભરાઈ ગયાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને અચાનક કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની વહેલી સવારથીજ ધમાકેદાર એન્ટ્રીના પગલે આખો દિવસ વરસાદ પડ્યો હતો. જિલ્લાવાસીઓ ઘણા દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યાં હતાં ત્યારે આજના વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. વરસાદની રાહ જાેઈ બેઠેલા ખેડુત મિત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે. જિલ્લામાં સર્વત્ર સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ શહેરની વાત કરીએ તો આજના વરસાદની ધમાકેદાર એન્ટ્રીના પગલે શહેરના નિચાણવાળા ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો

પડ્યો હતો. ઘણા માર્ગાે પર પાણી પણ ભરાઈ ગયાં હતાં. શહેરના ભરપોડા સર્કલ, ઝાલોદ તાલુકાના લીમડી નગરના સાંઈ મંદિર, બાઈપાસ ઉપર હાઈવે રોડ પણ ઘુંટણ સમા પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આવનાર પાંચ દિવસો સુધી મેઘરાજા મન મુકીને વરસસે ત્યારે આજથી શરૂ થયેલ વરસાદી માહોલના પગલે સર્વત્ર પાણી પાણી જાેવા મળી રહ્યાં છે. શહેરના સ્ટેશનરોડ, ચાકલીયા રોડ, ગોધરા રોડ જેવા વિસ્તારોના માર્ગાે પર પાણી ભરાઈ ગયાં હતાં. 

દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ૦૪ વાગ્યા સુધી જિલ્લામાં કુલ ૧૪૯ મીમી વરસાદ ખાબકી ગયો છે. ૦૪ વાગ્યા સુધી દાહોદ જિલ્લાના તાલુકામાં વરસેલ વરસાદના આંકડાની વાત કરીએ તો, ગરબાડા તાલુકામાં ૦૭ મીમી, ઝાલોદ તાલુકામાં ૦૦ મીમી, દેવગઢ બારીઆમાં ૨૯ મીમી, દાહોદ તાલુકામાં ૪૫ મીમી, ધાનપુર તાલુકામાં ૧૫ મીમી, ફતેપુરા તાલુકામાં ૦૩ મીમી, લીમખેડા તાલુકામાં ૩૬ મીમી, સંજેલી તાલુકામાં ૦૬ મીમી અને સીંગવડ તાલુકામાં ૦૮ મીમી સાંજે ૦૪ મીમી વરસાદ પડી ચુંક્યો છે. લગભગ મોડી રાત્રી અને બીજા દિવસે પણ આવોજ વરસાદ રહેશે તેવા લોકો અનુમાન લગાવી રહ્યાં છે ત્યારે મેઘરાજાની આજની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

 

 

——————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!