દાહોદ તાલુકાના ખંગેલા બોર્ડર ઉપર પોલીસની નાકાબંધી દરમિયાન પીકઅપ ગાડીમાં લઈ જવાતો 5 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો..
વાત કરવામાં આવેતો તારીખ 8 7 2023 કતવારા પોલીસ ખંગેલા બોર્ડર ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી ગુજરાત તરફ એક બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂ ભરીને આવે છે તેવી બાતમીના આધારે ખગેલા ચેકપોસ્ટ ઉપર તે બાતમી વાળી ગાડી ની વોચમાં હતા તે દરમિયાન બોલેરો પીકપ ગાડી આવતા જેના ઉપર પાછળના ભાગે ટાટપત્રી બાંધેલી હતી અને પોલીસે તે ગાડીને ઉભી રખાવી હતી જેનો નંબર જોતા એમપી 11 જી 5209 નંબરની બોલેરો પીકપ ગાડી હતી અને પોલીસે તે ગાડીની પાછળ ઢાકેલી ટાટપત્રી ખોલતા પાછળના ભાગમાં ડુંગળીના કટ્ટા ભરેલા હતા ને પોલીસે તેને નીચે ઉતારી જોતા ઇંગલિશ દારૂની પેટીઓ ભરેલી જોવા મળી હતી અને પોલીસે તે પકડાયેલા ચાલક જેનું નામ કાજુરામ પ્રકાશ મુનિયા રહેવાસી બનુમતીયા ચક્કી ફળિયા તાલુકા બદનાવર જિલ્લા ધાર મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું અને પોલીસે પીકપ ગાડીમાં ભરેલી 2544 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત ₹2,10,528 રૂપિયાનો વિદેશી દારૂ એક oppo કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ જેની કિંમત 5000 15 કટ્ટા ડુંગળીના જેની કિંમત 1500 રૂપિયા અને દારૂની હેરફેરમાં લીધેલી બોલેરો પીકપ ગાડી જેની કિંમત અઢી લાખ રૂપિયા મળી કુલ પાંચ લાખ 29,428 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો અને ચાર લોકો સામે કતવારા પોલીસે ગુનો નોંધ્યો હતો જેમાંથી ઝડપાયેલો ચાલક કાલુરામ પ્રકાશ મુનિયા રહેવાસી મધ્ય પ્રદેશ બદનાવર મધ્યપ્રદેશનો અને મહેન્દ્ર પીકપ ગાડી ભરીને આપનારની સામે પણ ગુનો નોંધ્યો તેમજ ત્રીજો અન્ય હીરાલાલ કાલુ કથારીયા અને ચોથો ઈસમ મુદ્દામાલ મંગાવનાર નડિયાદનો માણસ આ ચાર લોકો વિરુદ્ધ કતવારા પોલીસે પ્રરોહિબિશન અંગેનો તારીખ 7 7 2023 ના રોજ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
