Sunday, 08/09/2024
Dark Mode

સંજેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન ને લાગ્યું ગ્રહણ:તાલુકા શાળા તથા આંગણવાડી કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય..

July 8, 2023
        183

દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં સ્વચ્છતાના નામે મીંડું

સંજેલી તા.૦૮

સંજેલી ગામમાં ચારે તરફ કચરો જ કચરા અને તેના કારણે ગંદકીથી ખદબદી રહ્યું છે.જેમાં તાલુકા શાળાની સામે કચરો, કાદવ, કીચડ વાળું પાણી જોવા મળી રહ્યું છે.તાલુકા શાળામાં અભ્યાસ કરતા બાળકો ત્યાંથી પસાર થતા હોય છે. અને આ બાળકો ને ત્યાંથી પસાર થવામાં ગંદકીના કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.બીજી તરફ નજર કરીએ તો,

સંજેલી મહંમદી ફળિયાની આંગણવાડી કેન્દ્ર ની આસપાસ કાદવ, કીચડ, સાથે ગંદકીનું સામ્રાજ્ય ખદબદી રહ્યું છે.આંગણવાડી કેન્દ્રની બાજુમાં જ થોડું થોડું પાણી ભરાય છે.અને તે પાણીમાં રોગજન્ય મચ્છર, જીવાતોનો ઉપદ્રવ થાય છે. તેવા ગંભીર દ્ર્શ્યો સામે આવ્યા છે.અહી સવાલ એ થાય છે કે, આંગણવાડી કેન્દ્રમાં નાના નાના ભૂલકાઓ આવતા હોય છે. તે બાળકોમાં આજુબાજુની ગંદકીના કારણે જો કોઈ રોગ ફાટી નીકળે તો તે અંગે જવાબદાર કોણ..? જોકે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીશ્રી ને સવાલ કરતા જ તેમણે જણાવ્યું કે, આ બાબતને તાત્કાલિક ધ્યાને લઇ સંજેલી ગ્રામપંચાયત ને જાણ કરી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!