
યાસીન ભાભોર ફતેપુરા
ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે પાર્કિંગ માટે વધુ એક શેડ બનાવાયો
ફતેપુરા તા.6
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે તાલુકા પંચાયત કચેરીએ અને મામલતદાર કચેરીએ આવતા અધિકારીઓ અને મુલાકાતઓના વાહનો પાર્કિંગ માટે કોઈપણ જાતની વ્યવસ્થા ન હોવાના અહેવાલો અમારા માધ્યમોમાં પ્રસારિત થયા હતા જેના પગલે ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તાલુકા પંચાયત કચેરીની સામે એક પાર્કિંગ માટે એક શેડ બનાવી દેવામાં આવ્યો હતો અને હાલમાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ની આગળ પાર્કિંગ માટે વધુ એક શેડ બનાવવામાં આવ્યો છે જ્યારે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે પણ પાર્કિંગ માટે શેડ બનાવાવમાં આવશે. ફતેપુરા મામલતદાર કચેરી આગળ પાર્કિંગ માટે શેડ બનાવવાની યોજના હાલ વિચારણા હેઠળ છે.