
યાસીન ભાભોર :- ફતેપુરા
*UCC કાયદાના વિરોધમાં BTTS પાર્ટી ફતેપુરા જાગૃત યુવા ટીમ દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ*
ફતેપુરા તા. 6
આજે તારીખ 6 જુલાઈ 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરીએ ફતેપુરા તાલુકા BTTS પાર્ટી એટલે કે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના પાર્ટી તેમજ ફતેપુરા તાલુકા જાગૃત યુવા ટીમ દ્વારા યુ સી સી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ના વિરોધમાં રાષ્ટ્રપતિ,રાજ્યપાલ અને સચિવને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યુ.
ફતેપુરા મામલતદાર આર.પી. ડીંડોરે આવેદનપત્ર સ્વીકારી આગળ સુધી પહોંચાડવાની ખાતરી આપી.