
ફતેપુરા તાલુકાની વિદ્યાર્થિનીનું અપહરણ કરી યુવકે વારંવાર દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરી નાખ્યાં
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની એક કન્યા શાળાએ જવા પોતાના ઘરેથી વિદ્યાર્થિની ચાલતી આવતી હતી. ત્યારે આ વિદ્યાર્થિનીને એક યુવકે રસ્તામાં રોકી ‘તું મને ગમે છે અને મારે તારી સાથે લગ્ન કરવા છે’, તેમ કહી ધમકી આપી મોટરસાઈકલ પર બેસાડી ઘરે લઇ જઇ શારીરીક છેડતી કરી અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. તેણીની જાણ બહાર અશ્લીલ વીડિયો ક્લીપ તથા ફોટા મોબાઈલમાં લઇ શારીરીક શોષણ કરવાના ઇરાદે વાયરલ કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
ફતેપુરાના તાલુકામા રહેતી અને નજીકની કન્યા શાળામાં ભણતી એક વિદ્યાર્થિની ગત તા 29 જુલાઈ 2022ના રોજ શાળામાં જવા ઘરેથી ચાલતી આવતી હતી. તે દરમિયાન સુખસર ગામે તેણીને બચકરીયા ગામના નિકુલ રમેશભાઈ ડામોર નામના યુવાને રસ્તામાં રોકી ‘તુ મને ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે’, તેમ કહી ધાક ધમકી આપી પોતાની મોટર સાયકલ પર બેસાડી ઘરે લઇ જઇ શારીરીક છેડતી કરી હતી. તે દરમિયાન સુખસર ગામે તેણીને બચકરીયા ગામના નિકુલ રમેશભાઈ ડામોર નામના યુવાને રસ્તામાં રોકી ‘તુ મને ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે’, તેમ કહી ધાક ધમકી આપી પોતાની મોટર સાયકલ પર બેસાડી ઘરે લઇ જઇ શારીરીક છેડતી કરી હતી. ૧૧ મહિના સુધી શોષણ કર્યુ*
વિરોધ કરવા છતાં જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી તા. 26 જૂન, 2023 સુધીના સમયમાં બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યુ હતું. તેની જાણ બહાર અશ્લીલ વીડિયો ક્લીપ મોબાઈલમાં લઇ શારીરીક શોષણ કરવાનાં ઇરાદે તે અભદ્ર ફોટા તથા અશ્લીલ વીડિયો ક્લીપ વાયરલ કરી બદનામ કરી હતી. આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલી પિડીતાએ સુખસર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે નિકલુ રમેશભાઈ ડામોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.