
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના આશપુર પ્રાથમિક શાળા ખાતે વિના મૂલ્યે નોટ બુક વિતરણ કાર્યક્રમ યોજાયો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.23
ફતેપુરા તાલુકાના આશપુર ગામે સેવા શક્તિ ફાઉન્ડેશન અને ડૉ એલ એમ ચંદાણા તથા ડૉ દિનેશ એલ ચંદાણા ના સહકારથી આશપુર પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા 230 બાળકો ને અભ્યાસ ઉપયોગી સાહિત્ય નોટ બુક વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતી, વાલીગણ, ગામનાં આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતાં. બાલકોને પ્રોત્સાહીત કરી સહયોગ આપવાં બદલ સૌએ આભાર વ્યક્ત કર્યો હતો.