સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની જનરલ કારોબારી સભા યોજાઈ.
સંજેલી માર્કેટની સામે બજરંગ ટ્રેડર્સ ખાતે સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોતના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ.
શૈક્ષણીક સંઘમાંથી રાજીનામું આપી 3 હોદ્દેદારો પ્રાથમિક સંઘમાં જોડાતા સુરતાનભાઈ કટારા તેમજ ઉપપ્રમુખે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું..
દાહોદ તા.23
સંજેલી ઝાલોદ રોડ બજરંગ ટ્રેડર્સ રામુભાઈ ચારેલના મકાનમા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની સભા રમેશભાઈ સેલોતના અધ્યક્ષ સ્થાને સભા યોજાઇ જેમાં મોટી સંખ્યામાં સંઘના હોદ્દેદારો,મંડળીના હોદ્દેદારો HTAT આચાર્ય શિક્ષક ભાઈઓ બહેનો તેમજ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ
સુરતાનભાઇ કટારા અને ઉપપ્રમુખ દિલીપભાઈ રાવત જિલ્લા પ્રતિનિધિ લલીતાબેન નીનામા ઉપસ્થિત રહ્યા હતા અને સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની સભા યોજવામાં આવી હતી જેમાં સૌપ્રથમ ધ્યાન અને શ્લોક ત્યારબાદ જિલ્લા સંઘના પ્રમુખ સુલતાન ભાઈ કટારા અને ઉપપ્રમુખ દિલીપભાઈ રાવત સાહેબનું સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત તથા મહામંત્રી દિનેશભાઈ ભુરીયા દ્વારા ફૂલહાર થી સ્વાગત કરવામાં આવીયુ. બાદમાં શૈક્ષીક સંઘમાં જોડાયેલ હોદ્દેદારો પૈકી ડામોર રાજેશભાઈ સેલોત ભુપતભાઈ ઈનેશભાઈ ડામોર શૈક્ષીક સંઘમાંથી રાજીનામુ આપી પ્રાથમિક શિક્ષક સંઘમાં જોડાતા તેમનું જિલ્લા સંઘના પ્રમુખ અને તાલુકા સંઘના પ્રમુખ દ્વારા ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સંજેલી તાલુકા ટીચર્સ કો. ઓ. સોસાયટીના ઉદ્ઘાટન નું આયોજનની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શિક્ષકોની સરકાર દ્વારા વધારાની કામગીરીને લઈને ઓછી કામગીરી કરાવવા માટે રજૂઆત કરવા માં આવી હતી જેમાં ઓનલાઇન કામગીરી યુડાસન કામગીરી શિક્ષકો પાસેથી સરકાર ઓછી કરાવે અને શિક્ષણ પાછળ વધુ સમય રહે તેમજ અનેક વિવિધ શિક્ષણ ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારાએ વધુમાં જણાવ્યું હતું કે રામકથા અને અધિવેશનમાં સૌ શિક્ષક ભાઈ બહેનોએ ઉદાર હાથે 4 લાખ ઉપરાંત ફાળો આપ્યો તે બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો અને 29/6/2023ને ગુરૂવાર ના રોજ નવીન ટીચર સોસાયટીના ઉદ્ઘાટન દાહોદ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર ,ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, શિક્ષણ સમિતિ ચેરમેન પ્રફુલભાઈ ડામોર,દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, એન.ડી મુનિયા સાહેબ ઉપસ્થિત રહેવાના હોય સૌ શિક્ષક મિત્રોને મોટી સંખ્યામાં હાજર રહેવા મંડળીના ચેરમેન
રામુભાઈ ચારેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું.