Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી તાલુકાના હીરોલા ગામની સગર્ભાને આરોગ્ય કર્મીનું બ્લડ આપી નવજીવન આપ્યું..

June 10, 2023
        940
સંજેલી તાલુકાના હીરોલા ગામની સગર્ભાને આરોગ્ય કર્મીનું બ્લડ આપી નવજીવન આપ્યું..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

 

સંજેલી તાલુકાના હીરોલા ગામની સગર્ભાને આરોગ્ય કર્મીનું બ્લડ આપી નવજીવન આપ્યું..

તબિયત નાજુક લાગતા તેમને તાત્કાલિક ઝાલોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સંજેલી તા.૧૦

સંજેલી તાલુકાના હીરોલા ગામની સગર્ભાને આરોગ્ય કર્મીનું બ્લડ આપી નવજીવન આપ્યું..

સંજેલી તાલુકાના હીરોલા ગામની 9 માસની સગર્ભા માતાને વધુ સારવાર માટે ઝાલોદ ખાતે આરોગ્ય કેન્દ્ર દ્વારા ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બ્લડની જરૂર પડતા આરોગ્ય કર્મચારીએ બ્લડ ડોનેટ કર્યું હતું.દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડોક્ટર રાકેશ વહોનિયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.હિતેશ ચારેલ દ્વારા ફિક્સ્ડ લેવલે સદન મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગતસંજેલીના હીરોલા પાંડી ફળિયાની સગર્ભા માતા મનીષાબેન રધનભાઇ સંગાડા સુરત ખાતે મજૂરી અર્થે ગયા હતા. જ્યાં નવ માસનો ગર્ભમા પીડા ઉપડતા તેઓ ડીલેવરીની સારવાર માટે વતન આવ્યા હતા. તેઓ વતન પરત હીરોલા ખાતે આવ્યા હતા. જેની જાણ થતા જ MPHW આરોગ્ય કર્મચારી પર્વતભાઈ ડામોર તેમજ રિંકલબેન વસૈયા સગર્ભા માતાને તપાસ અર્થે ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેમની તબિયત નાજુક લાગતા તેમને તાત્કાલિક ઝાલોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ચેકઅપ દરમિયાન લોહી ઓછું હોવાનું કારણ આવતા તાત્કાલિક આરોગ્ય કર્મચારી પર્વતભાઈ ડામોરે સગર્ભા માતાને લોહીનું ડોનેટ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!