Sunday, 08/09/2024
Dark Mode

સિંગવડ તાલુકાનાં ખૂટા ગામે યોજાયેલી ગ્રામસભા અંગેની જાણ નહીં કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો…                   

June 5, 2023
        1472
સિંગવડ તાલુકાનાં ખૂટા ગામે યોજાયેલી ગ્રામસભા અંગેની જાણ નહીં કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો…                   

કલ્પેશ શાહ : – સિંગવડ         

સિંગવડ તાલુકાનાં ખૂટા ગામે યોજાયેલી ગ્રામસભા અંગેની જાણ નહીં કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો…     

સિંગવડ તા.૫ 

સિંગવડ તાલુકાના ખૂટા ગામે G.20 ગ્રામસભા સરકાર દ્વારા તારીખ ૦૫.૦૬.૨૦૨૩ ના રોજ ૨:૦૦ વાગ્યે મિટીંગ યોજવામાં આવી હતી.જે અંગેની ગ્રામસભાની જાણ બે દિવસ પહેલા ગ્રામજનોને કરવામાં આવતી હોય છે. પરંતુ ખૂટા ગ્રામ પંચાયત દ્વારા આ ગ્રામ સભાની જાણ ખૂટા ગામના લોકોને કરવામાં નહીં આવતા ગ્રામ પંચાયત ગ્રામસભા સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ ૨:૦૦ વાગ્યે ચાલુ કરી દેવામાં આવી હતી.જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આઈસીડીએસ શાખાના અધિકારી અને પ્રાથમિક શાળાના આચાર્ય પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન સંચાલક અને પ્રાથમિક શાળાના રસોયા તથા બીજા ત્રણ જણા મજૂરી કરવા બહાર ગામથી આવેલા  માણસોને બેસાડીને તેમની આ ગ્રામસભા બોલાવી અને તેમની રીતના ગ્રામસભા પૂરી કરી દેવામાં આવી હતી જ્યારે આ ગ્રામસભા નો મતલબ ગ્રામજનોને ભેગા કરીને ગ્રામજનોની તકલીફો તથા ગામના કામો કરવા માટેની રજૂઆતો ગ્રામજનો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા  ગ્રામસભાની જાણ નહીં કરાતા ગ્રામજનોને  ગ્રામસભાની જાણ ગ્રામસભા પૂરી થતાં તેમને જાણ થતા ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા આવતીકાલે ડીડીઓ તથા ટીડીઓને આ બંને અધિકારીઓને આવેદનપત્ર આપવા સુધીની વાત પહોંચી જવા પામ્યા હતા. જ્યારે સરકાર દ્વારા ગ્રામસભામાં લોકોને કામ મળે તે માટે ભરવામાં આવતી હોય છે પરંતુ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામસભા બારોબાર બોલાવીને છૂપી રીતે ભરવામાં આવતા  ગ્રામજનોમા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે ગ્રામજનોને પૂછતા ગ્રામજનો કેવું છે કે આના અગાઉ પણ ગ્રામસભા ભરવામાં આવી હતી તેની જાણ પણ ગ્રામજનોને કરવામાં  આવી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!