મહેન્દ્ર ચરેલ સંજેલી
સંજેલી ખાતે યોજાયેલી ગ્રામ પંચાયતમાં પ્રાથમિક સુવિધાને લઈ ગ્રામજનોની રજૂઆત.
ભૂતિયા કનેક્શનનો દૂર કરવા માટે અનેકવાર રજૂઆત :પંચાયત તંત્ર બેદરકારી કે આંખ આડા કાન.
ડેપુટી સરપંચ શહીત 7 જેટલાં સભ્યો ગ્રામસભામાં ગેરહાજર.
સંજેલીની સાત જેટલી આંગણવાડી જર્જરીત: ત્રીજીવાર નવીન બનાવવા ઠરાવો કરાયા.
સંજેલી પંચાયત સત્તાનો પાવર હોવા છતાં તલાટી સરપંચ મૌન રહેતા બેટરી લો જેવો માહોલ સર્જાયો.
ઝાલોદ રોડ પર જલ સે નલ યોજના દ્વારા આડેધડ ખોદકામ કરાતા 20 જેટલા કનેક્શન તૂટીયા લોકો નળ ચાલુ કરવા અનેકવાર લેખિત મૌખિત રજૂઆત.
સંજેલી તા.૦૫
સંજેલી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામ સભામાં રોડની સાઈટ પુરવા ગટરની સાફ સફાઈ જળ યોજના ની અધુરી કામગીરી પૂર્ણ કરવા અને સ્ટ્રીટ લાઈટ સંજેલીની 7 જેટલી આંગણવાડી જર્જરીત સહિતની પ્રાથમિક સુવિધાથી વંચિત ગ્રામજનોની ધારધાર રજૂઆત. ડેપ્યુટી સરપંચ સહિત 7 જેટલા સભ્યો ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો સંજેલી ગ્રામ પંચાયત ખાતે સરપંચ મનાભાઈ ચારેલ ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ ઉપસ્થિત ગ્રામજનોએ પ્રાથમિક સુવિધા ન મળતા ગટર.જલ સે નળ યોજના ભૂતિયા કનેક્શન દૂર કરવા ગટર સાફ સફાઈ સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા ની ધાર ધાર રજૂઆત કરવામાં આવી હતી. સરપંચ મુનાભાઈ ચારેલ દ્વારા સરકારને માથે ટોપલો ડાળવી દીધું એમ તેમ ઉપલી કક્ષાએ જાણ કરી છે ઠરાવો મોકલી આપ્યા છે ઉપરથી આવશે તો થઈ જશે શાંતિ રાખો બધું જ કરી દેવાનો છું બજારમાં કિચડ ના કારણે ખરાબ દુર્ગંધ તેમજ બીમારી ન ફેલાય તે માટે અમદાવાદ થી દવા મંગાવી છે અને ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પંચાયતના સભ્ય હોવા છતાં પણ સભ્યને નાવા ધોવા અને પીવાના પાણીથી વંચિત છે જો સભ્યને જ આવો હાલ હોય તો પ્રજાનો શું હાલ થશે થોડીવાર તો સરપંચ તલાટી જોતા જ રહી ગયા સંજેલી સરપંચ અને તલાટી નો સત્તાનો પાવર હોવા છતાં મૌન ઉપસ્થિત ગ્રામજનોમાં ચર્ચા તલાટી સરપંચ ની બેટરી લો જેવો માહોલ સર્જાયો હતો.