સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે DDO ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.
સંજેલી વાસિયા,મોલી ગ્રામ પંચાયતમાં વિકાસલક્ષી કામગીરી મોટાપાયે પેન્ડિંગ હોય નોટિસ ફટકારવામાં આવી.
સંજેલી તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં ઓફલાઈન વેરા બંધ કરી ઓનલાઇન વેરા વસુલાત કરવા સૂચના
સંજેલી તા.18
સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને તાલુકા શાખાની સમીક્ષા બેઠક યોજાઈ હતી ત્રણ વર્ષથી વિકાસલક્ષી કામગીરી પેન્ડિંગ છે તેને પૂર્ણ કરવા તેમજ ઓફલાઈન વેરા પાવતી બંધ કરી ઓનલાઈન વેરા પાવતી શરૂ કરવા સુચના સંજેલી નગરમાં ગટર વ્યવસ્થા કરવા સહિત ની સરપંચ તલાટી સાથે રીવ્યુ બેઠક યોજાઈ હતી
સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ ની અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોસાઈ ઇ.તાલુકા વિકાસ અધિકારી લાલાભાઇ મકવાણા સહીત તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચ વહીવટદાર તેમજ તલાટી કમ મંત્રીઓ અને તાલુકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંજેલી તાલુકા ની 22 ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા વિકાસલક્ષી કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો પેન્ડિંગ જોવા મળ્યા હતા જેમાં સરપંચ તેમજ તલાટીઓને ઉભા કરી અને કામગીરી અંગે પૂછપરછ હાથ ધરી હતી વાસિયા સંજેલી અને મોલી ગ્રામ પંચાયતોમાં મોટા પાયે વિકાસલક્ષી કામગીરી પેન્ડિંગ જોવા મળી હતી તેમજ પ્રશ્નોત્તરી દરમિયાન તલાટી તેમજ વહીવટદાર યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ નીવડીયા હતા આ ત્રણ ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી મોટાપાયે કામગીરી પેન્ડિંગ હોવાની ગંભીર બાબતે ધ્યાને આવતા લેખિતમાં ખુલાસો કરવા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી અને સંજેલી તાલુકા ની ગ્રામ પંચાયતોમાં વેરાવસૂલીની ઓફલાઇન પાવતીઓ બંધ કરી અને ઓનલાઇન પાવતીઓ શરૂ કરવા સૂચના આપવામાં આવી અને સંજેલી ગ્રામ પંચાયતમાં મોટા પાય વેરા વસૂલ બાકી હોવાથી આવક જાતિના દાખલાઓ તેમજ નળ કનેક્શન કાપી ઝડપથી વેરા વસૂલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી તેમજ તાલુકા પંચાયતની મનરેગા બાંધકામ આઈ આર ડી સહિતના શાખાઓમાં કામગીરીની માહિતી મેળવી હતી ચાર કલાક સુધી યોજાયેલી બેઠકમાં તલાટી સરપંચ નો પરસેવો વળી ગયો હતો.