Thursday, 28/03/2024
Dark Mode

સ્માર્ટ સીટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ* *દાહોદ નગરમાં ૧૧ જેટલા રોડની કામગીરી રૂ. ૫૩ કરોડના ખર્ચે કરવામાં આવશે*

May 17, 2023
        3737
સ્માર્ટ સીટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ*  *દાહોદ નગરમાં ૧૧ જેટલા રોડની કામગીરી રૂ. ૫૩ કરોડના ખર્ચે કરવામાં આવશે*

વસાવે રાજેશ દાહોદ 

*સ્માર્ટ સીટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ*

*દાહોદ નગરમાં ૧૧ જેટલા રોડની કામગીરી રૂ. ૫૩ કરોડના ખર્ચે કરવામાં આવશે*

*પ્રોજેક્ટ થકી દાહોદ નગરમાં લાંબા ગાળાના વિઝન સાથે ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ થશે

દાહોદ નગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિવિધ જનસુખાકારીના કરોડો રૂપીયાના કામો કરવામાં આવી રહ્યાં છે. આ માટે સરકાર દ્વારા દાહોદ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ કંપનીની રચના કરવામાં આવી છે. સ્માર્ટ સીટી અંતર્ગત કેટલાંક પ્રોજેક્ટ સંપન્ન થયા છે. જયારે મહત્વના પ્રોજેક્ટો પૂર્ણતાને આરે છે ત્યારે સ્માર્ટ સીટી રોડ અપ્રગ્રેડેશન પ્રોજેક્ટનો પણ નગરમાં પ્રારંભ કરાયો છે.

દાહોદ નગરમાં કુલ ૧૧ જેટલા રોડની બ્યુટીફીકેશન સહિતની કામગીરી રૂ. ૫૩ કરોડના ખર્ચે કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો પ્રારંભ સર્કીટ હાઉસે આવેલા રોડ, ગોધરા રોડ ઉપર કરી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી દાહોદ નગરમાં લાંબા ગાળાના વિઝન સાથે રોડની કામગીરીથી ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ આવશે અને સુવિધાસભર રોડ નગરજનોને મળશે.

સ્માર્ટ સીટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ ૧૮ મહિનાની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જે ૧૧ રોડની પસંદગી કરવામાં આવી છે. તેમાં આઇટીઆઇ કોલેજથી ગોધરા રોડ, સરસ્વતી સર્કલ થી ડો. આંબેડકર ચોક, ભગીની સમાજ થી સરદાર પટેલ સર્કલ, માણેક ચોક થી એપીએમસી સર્કલ, ફાયર બિગ્રેડ ટુ સિંહ સર્કલ (ચાકલીયા રોડ), સિંહ સર્કલ થી સેન્ટ જહોન સ્કુલ, મંડાવ રોડ થી બ્લાઇંડ વેલફેર, રળીયાતી રોડ, ઓલ્ડ ઇન્દોર રોડ, અર્બન બેન્ક હોસ્પીટલથી ઇન્દોર હાઇવે – એસટીપી રોડ, ઇદગાહ રોડનો સમાવેશ થાય છે.

સ્માર્ટ સીટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત નગરજનોને પહોળા રસ્તા મળવાથી ટ્રાફિકની સમસ્યાનુ નિવારણ થશે. સાથે ફૂટપાથ મળશે તેમજ રોડ બ્યુટીફિકેશન અંતર્ગત બેન્ચીસ તેમજ વૃક્ષોનું વાવેતર કરીને ગ્રીન સીટી બનાવાશે. રોડ અપગ્રેડેશનની કામગીરી પૂર્ણ થયા બાદ એજન્સીને જ પાંચ વર્ષ માટેના મેન્ટેનન્સની પણ જવાબદારી સોંપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી યોજના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સમાવિષ્ટ એક સો શહેરોમાં રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં દાહોદ જ એવું છે કે જયા નગરપાલિકા હોવા છતાં તેનો સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!