Thursday, 28/03/2024
Dark Mode

સમાજમાં રહેલી કુપ્રથા તેમજ અંધશ્રદ્ધા દુર કરવા આદિવાસી સમાજની પહેલ.. આદિવાસી સમાજ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં આદિવાસી સંસ્કૃતિ મુજબ પરંપરાગત વાજિંત્રોની મધુર સુરાવલી વચ્ચે બે નવયુગલ પરિણય સૂત્રમાં બંધાયા..

May 16, 2023
        3264
સમાજમાં રહેલી કુપ્રથા તેમજ અંધશ્રદ્ધા દુર કરવા આદિવાસી સમાજની પહેલ..  આદિવાસી સમાજ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં આદિવાસી સંસ્કૃતિ મુજબ પરંપરાગત વાજિંત્રોની મધુર સુરાવલી વચ્ચે બે નવયુગલ પરિણય સૂત્રમાં બંધાયા..

વસાવે રાજેશ દાહોદ 

સમાજમાં રહેલી કુપ્રથા તેમજ અંધશ્રદ્ધા દુર કરવા આદિવાસી સમાજની પહેલ..

આદિવાસી સમાજ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં આદિવાસી સંસ્કૃતિ મુજબ પરંપરાગત વાજિંત્રોની મધુર સુરાવલી વચ્ચે બે નવયુગલ પરિણય સૂત્રમાં બંધાયા..

દાહોદ તા.17

દાહોદમાં જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાજપુર ખરેડી, બિરસા મુંડા ટ્રસ્ટ ઉસરાવાણ,ભીલ સમાજ સુધરણા મંડળ તેમજ ભીલ સમાજ પંચ ગરબાડાના સંયુક્ત પ્રયાસો થકી આદિવાસી સમાજના આગેવાન તથા ડામોર પરિવારના સહયોગથી આજરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે જોડા નવયુગલોને આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ મુજબ લગ્નના પરિણય સૂત્રમાં બાંધવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ,વડીલો, તેમજ યુવાન એવા આદિવાસી પરિવારના આગેવાનો તથા મોટી સંખ્યામાં પધારેલા મહેમાનોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્ન સંપન્ન થયું હતું. જેમાં ઉપરોક્ત આદિવાસી સમાજના આગેવાનોએ નવદંપતીને આશીર્વાદ આપી સમાજમાં સમૂહ લગ્નના નામે ચાલતી અંધશ્રદ્ધા દૂર કરવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. તો બીજી તરફ સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવયુગલ દંપતીને સમાજ તરફથી ઘરવખરીનો સર સમાન પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમજ આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજમાં ચાલતી કુપ્રથાઓ જેવી કે,દહેજ,ડીજે, દારૂ તેમજ લગ્નમાં થતા મોટા મોટા ખર્ચાઓથી દૂર રહી આદિવાસી સમાજને આગળ લાવવા તેમજ તેના સર્વાંગી વિકાસ માટે સનિષ્ઠ પ્રયાસ હાથ ધરવા માટે હાકલ કરવામાં આવી હતી.

આદિવાસી સમાજમાં ઘણી ખરી કુપ્રથા જેવી કે ડાકણ, દહેજપ્રથા સમૂહ લગ્ન કરવાથી નિઃસંતાન તેમજ અકાળે મૃત્યુ જેવી અંધ શ્રદ્ધાઓએ ઘર કરી દીધું છે.સાથે સાથે લગ્નમાં થતા ખોટા ખોટા ખર્ચાઓ ડીજે, દારૂનું વ્યસન સાહિતની કુટેવોના કારણે આદિવાસી સમાજ પોતાની પરંપરા અને સંસ્કૃતિને ભૂલી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે તેવા સમયે આદિવાસી સમાજ જળ જંગલ જમીન અને પ્રકૃતિને વરેલો રહે સાથે સાથે સમાજની સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તે માટે આદિવાસી સમાજ દ્વારા ઘણી ખરી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે અને સમાજમાં સુધારા લાવવા માટે આદિવાસી સમાજ દરેક બાબતે આગળ વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં આદિવાસી સમાજમાં લગ્ન સમારંભમાં થતા ખોટા ખોટા ખર્ચાઓ, ડીજે, દારૂ તેમજ દહેજ જેવી કુપ્રથાને દૂર કરવા મુહિમ ઉપાડવામાં આવી છે.ત્યારે આજરોજ આદિવાસી સમાજ દ્વારા ત્રણ જેટલાં જોડાઓનો સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાજપુર ખરેડી, બિરસા મુંડા ટ્રસ્ટ ઉસરાવાણ ભીલ સમાજ સુધરણા મંડળ દાહોદ તેમજ ભીલ સમાજ પંચ ગરબાડાના સંયુક્ત પ્રયાસો થકી આદિવાસી સમાજના આગેવાન કાંતિભાઈ આમલીયારના સિંહફાળા તેમજ ડામોર પરિવારના સહયોગથી આજરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે જોડા નવયુગલોને આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ મુજબ લગ્નના પરિણય સૂત્રમાં બાંધવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ,વડીલો, તેમજ યુવાન એવા આદિવાસી પરિવારના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પધારેલા મહેમાનોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્ન સંપન્ન થયું હતું. જેમાં ઉપરોક્ત આદિવાસી સમાજના આગેવાનોએ નવદંપતીને આશીર્વાદ આપી સમાજમાં સમૂહ લગ્નના નામે ચાલતી અંધ શ્રદ્ધા દૂર કરવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. તો બીજી તરફ સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવયુગલ દંપતીને સમાજ તરફથી ઘરવખરીનો સર સમાન પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમજ આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજમાં ચાલતી કુપ્રથાઓ જેવી કે , દહેજ,ડીજે, દારૂ તેમજ લગ્નમાં થતા મોટા મોટા ખર્ચાઓથી દૂર રહી આદિવાસી સમાજને આગળ લાવવા તેમજ તેના સર્વાંગી વિકાસ માટે સનિષ્ઠ પ્રયાસ હાથ ધરવા માટે હાકલ કરવામાં આવી હતી.સાથે સાથે લગ્ન પ્રસંગમાં સ્વરૂચી ભોજનમાં થતા મોટા ખર્ચા તેમજ બગાડ ન થાય તે માટે સ્વરુચિ ભોજમાં કંસાર બનાવી સમાજમાં અનોખો સંદેશ પહોંચાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!