Wednesday, 11/12/2024
Dark Mode

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવાય.*

May 8, 2023
        1406
પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવાય.*

*પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવાય.*

ખેરગામ તાલુકાના પાણીખડક સહિતના આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે ખુબ જ જાણીતું નામ અને ચંદુબાપાના નામથી ઓળખાતા સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલનું કોરોનાની મહામારી દરમ્યાન ટૂંકી સારવાર દરમ્યાન નિધન થયેલ હતું જેમના માનમાં તેમના સારા કાર્યોની સુગંધ ફેલાય એ હેતુથી સંસ્કાર ભારતી વિદ્યામંદિર પાણીખડક હાઈસ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ આછવણી ગામના ધર્માચાર્ય પ્રગટેશ્વર ધામના પરભુદાદા અને સભ્યો ખંડુભાઇ પટેલ,બાબુભાઇ પટેલ,ઠાકોરભાઈ પટેલ તેમજ આચાર્ય મનોજભાઈ પટેલ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલ જેમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,દલપત પટેલ,ભાવેશ પટેલ,મંગુભાઇ,મયુર,ખેરગામ તાલુકા ભાજપા પ્રમુખ ચુનીભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.તમામ મહાનુભાવોએ ચંદુબાપાના શિક્ષાદાન મહાદાનના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી ખુબ સારા કાર્યો કરવાનો વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો પાસે દ્રઢ નિશ્ચ્ય કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!