Wednesday, 05/02/2025
Dark Mode

સંજેલીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરાં: ડોર ટુ ડોર કલેક્શન નો કચરો રોડ પર ફેંકી દેવતા રોગચાળો ફાટી નીકળવાની આશંકા.

May 5, 2023
        741
સંજેલીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરાં: ડોર ટુ ડોર કલેક્શન નો કચરો રોડ પર ફેંકી દેવતા રોગચાળો ફાટી નીકળવાની આશંકા.

સંજેલીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરાં: ડોર ટુ ડોર કલેક્શન નો કચરો રોડ પર ફેંકી દેવતા રોગચાળો ફાટી નીકળવાની આશંકા..

સંજેલી માડલી રોડ પર ગંદકીની ભરમાર: સ્વચ્છતા અભિયાન ખુલ્લેઆમ ધજાગરા.

અધિકારીની રહેમ નજર હેઠળ માત્ર કાગળ પર જ સાફ-સફાઈ માત્ર કાગળ પૂરતી સીમિત:ના સ્વચ્છ અભિયાનના નાણાનો દુરુપયોગ...

સંજેલી તા.05

સંજેલી ગ્રામ પંચાયત દ્વારા નગરમાં ઠેર ઠેર ઢોર ટુ ડોર કલેક્શન કરી અને કચરો સંજેલી માંડલી તરફ જવાના મુખ્ય માર્ગ તાલુકાનું પ્રખ્યાત મંદિર અને હાઇસ્કુલ તરફ જવાના માર્ગ પર હોય છે. બસ સ્ટેશન ગેટ પાસે જ ક્ચરો ઠાલવવામાં આવે છે. જેના કારણે આવતા જતા મુસાફરોને રાહદારીઓ તેમજ મંદિરે જતા અને શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ દુર્ગંધ અને કારણે સ્વાસ્થ્યને નુકસાન થવાની ભીતીને લઈને જાગૃત નાગરિકો તેમજ શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓ દ્વારા તાલુકાના અધિકારીને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. હાલ આ કચરો રોડ પર જ આવી જતા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ અભિયાન અંતર્ગત લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તેમજ તાલુકા જિલ્લાના અધિકારીને સ્વચ્છ અભિયાન હેઠળ દેખરેખ તેમજ વિવિધ કામગીરી પણ સોંપવામાં આવી રહી છે. આ મુખ્ય માર્ગ હોવાથી તાલુકાના અધિકારી અવારનવાર પસાર થતા તેમ છતાં અધિકારી કોઈ નક્કર કામગીરી કરાવવામાં આવતી નથી માત્ર ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી અને સંતોષ માની લેવામાં આવે છે વડાપ્રધાન દ્વારા જિલ્લાઓ અને તાલુકામાં સ્માર્ટ વિલેજ તેમજ સ્માર્ટ સિટી અંતર્ગત સ્વચ્છ અભિયાનને આગળ દપાવવા માટે સ્માર્ટ સિટી અને વિલેજની કામગીરી ગુજરાતમાં પણ શરૂ કરી દીધી છે પરંતુ સંજેલીમાં તંત્રની નિષ્કાળજી ને તાલુકાના અધિકારીની રહેમ નજર હેઠળ માત્ર કાગળ પર જ સાફ-સફાઈ ના સ્વચ્છ અભિયાનના નાણાનો કાગળ પરજ ઉપયોગ થતો હોવાની પણ ચારે કોર ચર્ચાએ જોર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!