Sunday, 06/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં બે બાઈકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બન્ને બાઈક ચાલકોના મોત:ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

May 4, 2023
        1769
ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં બે બાઈકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બન્ને બાઈક ચાલકોના મોત:ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં બે મોટરસાયકલો વચ્ચે અકસ્માતમાં બંને ચાલકોના મોત:ચારને ઈજા.*

મોટરસાયકલો વચ્ચે અકસ્માત મૃતકોમાં એક સરસ્વા પૂર્વનો જ્યારે બીજી મોટરસાયકલનો ચાલક સલરા ગામનો હોવાનું બહાર આવ્યું.   

 ( પ્રતિનિધિ ) સુખસર,તા.4

 ફતેપુરા તાલુકામાં વાહન ચાલકોને મળેલા છૂટા દોરના કારણે બેફામ બનેલા વાહન ચાલકો દિન પ્રતિ દિન અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અને આ થતા અકસ્માતોમાં ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકો મોતને ભેટી રહ્યા છે.જેમાં વધુ એક બનાવ બુધવાર સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સરસવા પૂર્વ ખાતે બે મોટરસાયકલો વચ્ચે અકસ્માતમાં બંને મોટરસાયકલ ચાલકોના મોત નીપજવા પામેલ હોવાનું જ્યારે ચાર જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં બે બાઈકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બન્ને બાઈક ચાલકોના મોત:ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

        પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામે રહેતા વિનોદભાઈ ચુનિયાભાઈ ચંદાણા ઉ.વ 35 તથા પુત્ર રાજવનભાઈ વિનોદભાઈ ચંદાણા ઉ.વ 10 નાઓ બુધવાર સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિનોદભાઈ ચંદાણા પુત્ર રાજવન સાથે જગોલા ગામે સાસરીમાં જવા નીકળ્યા હતા.અને સરસ્વા પુર્વ ટોડી ફળિયા માર્ગ ઉપરથી મોટરસાયકલ નંબર-જીજે-20-એડી.3155 ઉપર પસાર થઈ રહ્યા હતા. તેવા સમયે ફતેપુરાથી બલૈયા ક્રોસિંગ તરફ આવતા માર્ગ ઉપર સામેથી આવતી મોટરસાયકલ નંબર-જીજે. 03-એફપી.0213 નો ચાલક પોતાના કબજાની ગાડી ઉપર ચાર સવારી આવી રહ્યો હતો.તેવા સમયે બંને મોટર સાયકલની ઝડપ વધુ હોય બંને મોટરસાયકલ ચાલકોએ પોતાના કબજાની મોટર સાયકલનો ઉપરથી કાબુ ગુમાવતા આ બંને મોટર સાયકલો ધડાકાભેર અથડાઈ હતી.જેમાં વિનોદભાઈ ચંદાણાને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા અકસ્માત સ્થળ ઉપર જ કમ કમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.જ્યારે પુત્ર રાજવનભાઈને માથામાં તથા પેટ અને છાતીમાં ઇજાઓ પહોંચતા તાત્કાલિક સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.

 જ્યારે ફતેપુરા તાલુકાના સલરા ગામના ડુંગરા ફળિયા ખાતે રહેતા અને મોટરસાયકલ અકસ્માતનો ભોગ બનેલા પીન્ટુભાઇ રૂમાલભાઈ પારગી, પીન્ટુભાઇ કોદરભાઈ પારગી, રાકેશભાઈ શંકરભાઈ પારગી તથા પિયુષભાઈ રાકેશભાઈ પારગી એક મોટર સાયકલ ઉપર ચાર સવારી લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા.તેવા સમયે આ અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલકને માથામાં તથા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સંતરામપુર રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં આ મોટરસાયકલ ચાલકનું પણ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે ત્રણ મોટરસાયકલ સવારોને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.આમાં બે મોટરસાયકલ અકસ્માતમાં બેના મોત જ્યારે ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે 

અહીંયા જણાવવું જરૂરી છે કે, ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકોના અકસ્માત થાય છે.અને આ થતા અકસ્માતોના ભોગ બનતા લોકો પૈકી મોટાભાગે મોતને ભેટી રહ્યા છે.ત્યારે તાલુકામાં નિરંકુશ ધમધમતી દેશી- ઈંગ્લીશ દારૂની હાટડીઓ ઉપર રોક લગાવવામાં આવે તથા વાહન ચાલકોની ગતિ મર્યાદા પ્રત્યે લાગતા-વળગતા તંત્રો દ્વારા ધ્યાન આપવામાં આવે તો વધી રહેલા અકસ્માતો અંકુશમાં આવી શકે તેમ જણાઈ રહ્યું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
10:51