ખેરગામ દાદરી ફળીયા અંબિકા ગ્રુપ દ્વારા આયોજિત જોહાર ક્રિકેટ ટુર્નામેન્ટમા ટાઇટન ઇલેવન વિજેતા
ખેરગામ તાલુકાનાં દાદરી ફળિયાનાં અંબિકા ગ્રુપનાં નવલોહીયા યુવાઓ દ્વારા જોહાર ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ફાયનલમાં ટાઈટન ઇલેવન વિજેતા બની હતી અને કાનવેય ઇલેવન રનર્સ અપ રહી હતી અને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ યશ અને બેસ્ટ બોલરનો એવોર્ડ રોનિતને મળ્યો હતો.ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ખેરગામનાં મહિલા સરપંચ ઝરણાંબેન પટેલ અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય વિજય રાઠોડ અને સંજયભાઈ પટેલ સહિતનાં મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.ટુર્નામેન્ટને સફળ બનાવવા નિમેષ જાદવ,નિકુલ,સ્મિત,આયુષ,સોહમ,અંકિત અને અભિ દ્વારા ખુબ જહેમત ઉઠાવવામાં આવી હતી.