દાહોદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ચોરી કરતાં હોવાનો ઘટસ્ફોટ:113 છાત્રો સુનાવણીમાં દોષિત…

Editor Dahod Live
2 Min Read

 દાહોદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ચોરી કરતાં હોવાનો ઘટસ્ફોટ:113 છાત્રો સુનાવણીમાં દોષિત…

સીસીટીવીની ચકાસણી દરમિયાન પરીક્ષામાં ચોરી કરતાં હોવાનો ઘટસ્ફોટ

દાહોદ તા.21

દાહોદ જિલ્લામાં ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમાપ્ત થયા બાદ પરીક્ષામાં કોઇ વિદ્યાર્થીએ ગેરરીતિ કરી છે કે નહીં તે જાણવા માટે તેમની શંકાસ્પદ હિલચાલ જોવા સીસીટીવી ની ચકાસણી કરી હતી. જિલ્લામાં ધો. 10ના 18 કેન્દ્રોમાં 87 બિલ્ડિંગો ઉપર 25,428 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જ્યારે લીમખેડામાં 11 કેન્દ્રોની અંદર 42 બિલ્ડીગોમાં 13,925 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. તેવી રીતે ધો. 12 સા.પ્ર.ના 17 કેન્દ્રોની અંદર 72 બિલ્ડીંગો ઉપર 23,371 તેમજ ધો. 12 વિ.પ્ર.ના 3 કેન્દ્રોની અંદર 11 બિલ્ડીંગો ઉપર 2274 વિદ્યાર્થીઓની નોંધ થઇ હતી.

પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી પણ ગોઠવી દેવામાં આવ્યા હતાં. ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ કયા વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ કરી છે કેથયા બાદ કયા વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ કરી છે કે નહીં તે જાણવા માટે સીસીટીવી કેમેરાનું ચેકિંગ કર્યું હતું. જેમાં કેટલાંક શંકાસ્પદ વર્તણુંકવાળા મળ્યા હતાં. જેમાં ધો. 12 સા.પ્ર.ના શંકાસ્પદ વર્તણુકવાળા 126 વિદ્યાર્થીઓને સુનાવણી માટે તેડાવ્યા હતાં. જેમાંથી 8 વિદ્યાર્થી આવ્યા ન હતા.

જ્યારે હાજર રહેલા 118ને સીસીટીવી બતાવી ખુલાસા પુછાયા હતાં. તેમાં માત્ર 5 જ વિદ્યાર્થી ખુલાસો આપી શક્યા હતા. જ્યારે અન્ય 118 કોઇ ખુલાસો કરી નહીં શકતાં તેમને દોષિત ઠેરવ્યા હતાં. સા.પ્ર.ના આ 118 છાત્રોનું એક વિષયનું પરિણામ રોકાશે તેવું જાણવા મળ્યું છે. બાકીના આઠ વિદ્યાર્થીને પુન: તેડુ મોકલવામાં હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article