Sunday, 08/09/2024
Dark Mode

સિંગવડ તાલુકાના જામદરા ગામે સામસામે મોટર સાયકલનો એક્સિડન્ટ થતા એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું.

April 21, 2023
        829
સિંગવડ તાલુકાના જામદરા ગામે સામસામે મોટર સાયકલનો એક્સિડન્ટ થતા એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું.

 

સિંગવડ તાલુકાના જામદરા ગામે સામસામે મોટર સાયકલનો એક્સિડન્ટ થતા એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું.

સીંગવડ તા.21

સિંગવડ તાલુકાના જામદરા ગામે 20.4.2023 ના રોજ સવારે 8:30 વાગે સામસામે મોટરસાયકલ આવી જતા જેમાં  મોટરસાયકલ હોન્ડા શાઇન Gj-20-AK-0975 ના ડ્રાઈવર પુરઝડપે ગફલત ભરી મોટર સાયકલ ચલાવતા હતા. ત્યારે સામેથી સીટી Gj-20-A- 9339 ના ચાલક સામ-સામે આવી જતા એક્સિડન્ટ થવા પામ્યો હતો જેમાં બાઈકના ચાલક મુળાભાઈ નારસિંગભાઈ કરસણી ઉંમર 43 એકસીડન્ટ તથા તેને તાત્કાલિક પીપલોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે સામે મોટરસાયકલ ચાલકને પણ ઇજાઓ તથા તેને પણ તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે આની જાણ જવરાભાઈ નારસિંગભાઈ કરસણી રહેવાસી જામદરા ને થતા તેને તાત્કાલિક રણધીપુર પોલીસ સ્ટેશનને જાણ કરતા રણધીપુર પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે આ પીપલોદથી સિંગવડના રસ્તા ઉપર વારંવાર ઘણા એક્સિડન્ટનો બનવા પામ્યા છે.આ રસ્તાને પહોળો કરવામાં આવે તો એક્સિડન્ટનો ઓછા થાય તેમ છે જ્યારે રસ્તા પર વાહન વ્યવહાર પણ ઘણો બધો વધી જતા રાત મધરાતે પણ આ રસ્તો જોખમી પુરવાર સાબિત થઈ રહ્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!