
ઝાલોદ તાલુકાના મહુડી ગ્રામ પંચાયતનાના સરપંચના મનસ્વી વહીવટના લીધે ચૂંટાયેલા સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત મૂકી..
ઝાલોદ તાલુકાના મહુડી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પંચાયતના કામોમાં મનસ્વી રીતે વહીવટ કરી ચૂંટાયેલા સભ્યોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હાથ ધરી, ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર બારોબાર ઠરાવો કરી પંચાયતના હિસાબો ચૂંટાયેલા સભ્યોને ન બતાવવા તલાટી ઉપર દબાણ કરી પંચાયતના નાણાં દુરુપયોગ કરતા હોવાના આક્ષેપો સાથે મહુડી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ સરપંચને પદ પરથી દૂર કરવા અવિશ્વાસની દરખાસ્ત કરતું પત્ર તાલુકા વિકાસ અધિકારીને પાઠવી ત્રણ દિવસમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરી પદ પરથી દૂર કરવાની રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઝાલોદ તાલુકાના મહુડી ગ્રામ પંચાયતના સભ્યોએ ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત કરતું પત્ર પાઠવી જણાવ્યું હતું કે મહુડી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પંચાયતના કામોમાં મનસ્વી રીતે વહીવટ કરી ચૂંટાયેલા સભ્યોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હાથ ધરી, ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર બારોબાર ઠરાવો કરી પંચાયતના હિસાબો ચૂંટાયેલા સભ્યોને ન બતાવવા તલાટી ઉપર દબાણ કરી પંચાયતના નાણાં દુરુપયોગ કરી પંચાયતના સભ્યોને માનવીય વર્તન કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી દાદાગીરી કરતા હોવાના આક્ષેપો સાથે મહુડી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને પાઠવ્યો હતો અને માંગ કરી હતી કે સરપંચને ત્રણ દિવસમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તને મંજૂર કરી સરપંચ ને તેના પદ પરથી દૂર કરવા વિનંતી કરી છે જો આગામી ત્રણ દિવસમાં સરપંચ વિરુદ્ધ કાર્યવાહીનો થાય તો ચૂંટાયેલા સભ્યોએ ગાંધીજીએ માર્ગે આંદોલન કરી તાલુકા પંચાયત કચેરી આગળ ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે..