
કપિલ સાધુ સંકેલી
સંજેલી તાલુકાના ડુંગરા આંગણવાડી કેન્દ્રનું ત્રણ વર્ષથી ભાડુ ન ચૂકવતા મકાન માલિકે તાળું માર્યું.
આંગણવાડી કાર્યકરના ખાતામાં મકાન માલિક નું ભાડું જમા છતાં પણ ધરમ ધક્કા.
સંજેલી તાલુકાની ડુંગરા આંગણવાડી 3 ભાભોર ફળિયાના ત્રણ વર્ષથી આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં કાર્યરત હતી જે કેન્દ્રનું ભાડું આંગણવાડી કાર્યકર ના ખાતામાં જમા છતાં પણ મકાન માલિકને ન ચુકવાતા મકાન માલિકે આંગણવાડી કેન્દ્રને તાળું મારતા પૂર્વ સરપંચ સહિતના ગ્રામજનો દોડી આવ્યા.
સંજેલી તાલુકાની મોટાભાગે આંગણવાડી કેન્દ્રો જરજરીત હાલતમાં અને કેટલી આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલી રહી છે. ડુંગરા ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર 3 ભાભોર ફળિયાની આંગણવાડી કેન્દ્ર ત્રણ વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી હતી પરંતુ પાંચ માસ અગાઉ જ નવીન આંગણવાડી નું બાંધકામ પૂર્ણ થતા જ આ આંગણવાડી કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવી છે પરંતુ ત્રણ વર્ષ દરમિયાન ભાડાના મકાનમાં ચાલતી આગણવાડી કેન્દ્રના ભાડું કાર્યકરના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ મકાન માલિકને ભાડું ચૂકવવા માટે ગલ્લા તલ્લા અને ઘરમ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અંતે કંટાળેલી આ મહિલાએ આંગણવાડી કેન્દ્રને ખંભાતી તાળું મારી દેતા ડુંગરાના પૂર્વ સરપંચ પ્રફુલ રાઠોડ સહિતના ગ્રામજનો દોડી આવ્યા હતા અને કાર્યકરને મકાન માલિક નું ભાડું ખાતામાં જમા થયું હોય તો ચૂકવી દેવા માટે જણાવ્યું હતું મકાન માલિક દ્વારા છેલ્લા બે મહિનાથી આંગણવાડી કાર્યકર તેમજ તાલુકાના આઇસીડીએસ કચેરી ખાતે ભાડું મેળવવા માટે ધર્મ ધક્કા ખાવા પડી રહ્યા છે તેમ છતાં પણ તેમની રજૂઆત ને કોઈ ધ્યાને દેતું નથી અંતે કંટાળેલી આ મહિલાએ આંગણવાડી કેન્દ્રને તાળું મારી દેતા બાળકોને ઓટલા ઉપર બેસાડવાનો વારો આવ્યો હતો.
ડુંગરા ખાતે ભાભોર ફળિયામાં આવેલા આંગણવાડી કેન્દ્રનું મકાન ન હોવાને કારણે ગામના સરપંચ અને આંગણવાડી કેન્દ્રની બહેન દ્વારા બાળકોને બેસાડવા માટે મારા મકાનની માંગણી કરી હતી અને ત્રણ વર્ષથી મકાનમાં બાળકોને બેસાડવા મકાન આપ્યું હતું સરકાર દ્વારા મકાનનું ભાડું ચૂકવવામાં આવ્યું છે પરંતુ આંગણવાડી કાર્યકર દ્વારા મને ભાડું ચૂકવવામાં આવતું નથી માટે કેન્દ્રને ભાડું ન ચૂકવે ત્યાં સુધી તાળું મારી દીધું છે. :::# મકાન માલિક સુમિત્રાબેન પાર્સિંગ ગણાસ્વા
*આંગણવાડી ના મકાન નું ભાડું બેંક ખાતામાં જમા છે પરંતુ ચેકના અભાવે ચુકવણું થયું નથી:- આંગણવાડી કાર્યકર મીનાક્ષીબેન…*
મારા ખાતામાં આંગણવાડી કેન્દ્રનું ભાડું ચૂકવવા માટે ત્રણ કે ચાર વખત રકમ જમા કરવામાં આવી છે.પરંતુ મારી જોડે ચેક નથી અને કેટલી રકમ ચૂકવવાની છે તે મને ખબર નથી માટે ભાડું ચૂકવવામાં આવ્યો નથી. અને આજે તાળું મારી દેવામાં આવ્યું છે આજે તાલુકા કચેરી ખાતે જઈ અને તેમને ચેક કે રોકડ રકમ આપી દઉં છું …