કપિલ સાધુ :- સંજેલી
સંજેલીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અને દીક્ષા જન્મજયંતીની ઉજવણી કરાઈ..
સંજેલી તા.04
ચૈત્ર શુક્લ તેરસ ના શુભ દિવસે જૈન સંઘ સંજેલી માં ભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણક દિવસ તેમજ આચાર્ય ભ. પૂ ગુરુદેવ ઉમેશમુનિજી મ.સા.ની દીક્ષા જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સંપૂર્ણ દિવસના કાર્યક્રમમાં બંને સમય નું ભોજન, ભગવાન મહાવીર સ્વામી ના તેમજ આચાર્ય ભગવાન પૂજ્ય ગુરુદેવ ઉમેશમુનીજી મહારાજ સાહેબ ના ગુણાનુવાદ તેમજ પ્રશ્ર્નમંચ પ્રતિક્રમણ બંને વખતના આ સમસ્ત કાર્યક્રમ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં નાના બાળકો થી માંડી ને મોટા વડીલ તમામ શ્રાવક શ્રાવિકાઓ એ ભાગ લીધો હતો. તેમજ સંઘ સંજેલીમાં આ શુભ દિવસે મહિલા સ્થાનક ભવન નું ચાલી રોડ ખાતે ખાત મુહૂર્ત સંઘ સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.ખાદમુહૂર્ત સમયે જગદીશચંદ્ર હર્ષદકુમાર વાગરેચા તરફ થી 21000/-₹ ની દાનરશી તથા મહિલા મંડળ તરફ થી 51000/-₹ આપવાની ઘોષણા કરવામાં આવી હતી તથા સુભાષચંદ્રજી મિશ્રીમલજી મેહતા તરફ થી 5100/-₹ તેમજ મંગીલાલજી ધોકા તરફ થી 25000/-₹ , પ્રકાશચંદ્ર જી વાગરેચા તરફ થી 11000/-₹ દાન સ્વરૂપે આપવામાં આવ્યા હતા..