Friday, 19/04/2024
Dark Mode

 દાહોદ તાલુકાના મરોઝમ ગામે દોઢ માસ અગાઉ થયેલો લૂંટનો ભેદ ઉકેલાયો: LCB પોલીસે લૂંટ કરનાર બે બાળ કિશોરોને ઝડપ્યા 

March 23, 2023
        1513
 દાહોદ તાલુકાના મરોઝમ ગામે દોઢ માસ અગાઉ થયેલો લૂંટનો ભેદ ઉકેલાયો: LCB પોલીસે લૂંટ કરનાર બે બાળ કિશોરોને ઝડપ્યા 

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ તાલુકાના મરોઝમ ગામે દોઢ માસ અગાઉ થયેલો લૂંટનો ભેદ ઉકેલાયો: LCB પોલીસે લૂંટ કરનાર બે બાળ કિશોરોને ઝડપ્યા 

દાહોદ તા.23

આજથી દોઢ પોણા બે મહિના અગાઉ રામપુરા જંગલ વિસ્તારમાં માતવા જવાના રોડ ઉપર રોઝમ ગામ નજીક એક યુવકના એકલતાનો લાભ લઈને ત્રણ ઈસમોએ તેને ખેંચીને લઈ ગયા હતા. રસ્તેથી થોડે અંદર લઈ જઈને તેને માર મારી તેની પાસેનું ચાંદીનું ભોરીયું અને તેનું પાકીટ કાઢીને ભાગી ગયા હતા ત્યારે આ ઘટનાનો ગુનો રૂરલ પોલીસ મથકે નોંધાવા પામ્યો હતો અને તે આજદિન સુધી અંડીટેક્ટ

paid pramotion 

|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||

આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161

ગુનો હતો ત્યારે રેન્જ આઇજી ચિરાગ કોરડીયા અને જિલ્લા પોલીસવડા બલરામ મીણાની સૂચના અને માર્ગદર્શન અનુસાર જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે તારીખ 22-3-2023 ના રોજ કામગીરી કરી રહી હતી તે સમયે રામપુરા ગામ નજીક દાહોદ LCB પોલીસ વાહન ચેકીંગની કામગીરીમાં જોતરાયેલી હતી તેવા સમયે માતવા ગામ બાજુથી બે ઈસમો સફેદ કલરની અપાચી મોટરસાઇકલ લઈને આવતા તેમને રોકવાનો ઇસારો કરતા તેમને તેમની મોટરસાઇકલ ધીમી કરયા પછી સ્પીડમાં ભાગવા જતા એલસીબી પોલીસે બન્ને ઈસમોને પીછો કરી ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા અને બન્ને કાયદાના સંઘર્ષમાં આવતા બાળ કિશોરો હોય અને તેમની મોટરસાઇકલનો નંબર ઇગુજકોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા બન્ને બાળ કિશોરોની હિલચાલ શંકાસ્પદ જણાતા તે પછી નેત્રમ કેમેરામાં તપાસ કરતા મોટરસાઇકલ નંબર GJ 20 AP 2288 નંબરની મોટરસાઇકલ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ કરવાના ઉપયોગમાં લીધેલી હતી ત્યારબાદ LCB પોલીસની પૂછપરછ દરમિયાન બન્ને બાળ કિશોરોએ જણાવ્યું હતુંકે દોડથી પોણા બે મહિના અગાઉ ઝડપાયેલા બન્ને બાળ કિશોરો અને તેમનો એક મિત્ર મળી ત્રણ લોકોએ ઝડપાયેલી મોટરસાયકલ GJ 20 AP 2288 નંબરની અપાચી લઈને માતવા રામપુરા થઈને દાહોદ જવાના રસ્તા ઉપર રોઝમ ગામ ખાતે એક ઈસમ રસ્તા ઉપર એકલો ઉભો હતો અને તેને ધક્કો મારી જમીન ઉપર પાડી દઈ રસ્તેથી થોડે અંદર લઈ જઈ તેને મારમારી તેની પાસે પહેરેલું ચાંદીનું ભોરીયું અને પાકીટની લૂંટ ચલાવી ભાગી ગયા હતા જેવું જણાવતા પોલીસ મથકે બે મહિના અગાઉ નોંધાયેલો એલસીબી પોલીસે લૂંટનો ગુનો ડિટેક્ટ કરી અને અન્ય તેના એક ઈસમને ઝડપી પાડવા માટે એલસીબી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને બંને બાળ કિશોરોને રૂલર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરાઈ હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!