Friday, 29/03/2024
Dark Mode

પશ્ચિમ રેલવેની ટ્રેનોની સ્પીડ વધારવાની તૈયારી:દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની રફતારે ટ્રેન દોડશે..

March 23, 2023
        624
પશ્ચિમ રેલવેની ટ્રેનોની સ્પીડ વધારવાની તૈયારી:દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની રફતારે ટ્રેન દોડશે..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ

પશ્ચિમ રેલવેની ટ્રેનોની સ્પીડ વધારવાની તૈયારી:દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની રફતારે ટ્રેન દોડશે..

રેલ્વે મિશન રફતાર અંતર્ગત 1320 કરોડ રૂપિયાન ખર્ચશે…

2017 18 માં શરૂ થયેલા આ પ્રોજેક્ટને વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાની ડેડ લાઈન અપાતા રેલવે યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાયુ..

નાગદા રતલામ ગોધરા સેક્શનમાં આધુનિક ટેકનોલોજી વિકસાવી કર્વ સીધા કરાશે.

દાહોદ તા.23

 

ભારતીય રેલવે આગામી સમયમાં એક તરફ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ વંદે ભારત સહિતની હાઈ સ્પીડ ટ્રેનો દોડાવવાની દિશામાં પણ કામ કરી રહી છે જુદાજુદા ઝોનમાં તબક્કાવાર વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનો દોડાવી તેનું સંચાલન પણ કરી રહી છે તેવામાં પશ્ચિમ રેલવેનું મહત્વપૂર્ણ અને અતિ વ્યસ્ત ગણાતું દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર રેલ્વે આગામી સમયમાં હાઈ સ્પીડ ટ્રેનો દોડાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે

#paid pramotion 

|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||

 આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161

પશ્ચિમ રેલવે મિશન રફતાર અંતર્ગત દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ટ્રેનો દોડાવવા માટેની યોજના પર કામ કરી રહી છે મિશન રફતાર અંતર્ગત 1320 કરોડ રૂપિયા ખર્ચ કરીને રેલ્વે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર આધુનિક ટેક્નોલોજી સંસાધનોનો ઉપયોગ કરી કર્વને સીધા કરશે તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા નાગદા રતલામ ગોધરા સેક્શનમાં હાઈ સ્પીડ માટે અવરોધ રૂપ એવા કર્વને સીધા કરવાની કામગીરી પૂર જોશમાં ચાલુ કરી દેવામાં આવી છે ખાચરોદ બેડાવન્યા સેક્શનમાં આવતા કર્વને સીધા કરવા માટે રેલ્વે આવતીકાલે બ્લોક લેશે આ કર્વ સીધો થયા પછી રતલામ નાગદા સેકસનમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ગતીએ ટ્રેનો અવરજવર કરશે 24મી માર્ચે લેવાનારા બ્લોકમાં વાંકાચુકા ટ્રેકને પણ રીએલાઈમેન્ટ કરી સીધા કરાશે હાલ આ ટ્રેક પર 95 કિલોમીટરની ગતિએ PSR એટલે કે કાયમી ગતિ મર્યાદા લાગુ કરેલી હતી જેના કારણે અત્રેથી આ સ્પીડ કરતાં પણ ઓછી સ્પીડથી ટ્રેક પરથી ટ્રેનો પસાર થતી હતી પરંતુ હવે આ ટ્રેક પર પાંચ જેટલા મેજર પુલોનું 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે આ તમામ માર્ગને સીધો કરવાનો અને સાથે સાથે આધુનિક OHE લગાવવા જુના પોલ કાઢી નવા પોલ લગાવવામાં આવ્યા છે તો એડવાન્સ ડિજિટલ સિગ્નલ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ ટ્રેક ચેક પોઇન્ટ અને ક્રોસિંગ પોઇન્ટને થિન્ક વેબ સ્વીચથી આધુનિક બનાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ગોધરા રતલામ સેક્શનમાં પણ કર્વ સીધા કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે રેલ્વે દ્વારા બજેટમાં ₹1320 કરોડ રૂપિયા ફાળવતા અને આ યોજના 2017/18માં મંજૂર કરવામાં આવી હતી પરંતુ હવે રેલ્વેએ આ પ્રોજેક્ટને વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાની ડેડ લાઈન આપી દેતા રેલ્વેએ યુદ્ધના ધોરણે કર્વ સીધા કરવાની કામગીરીનો આરંભ કરી દીધો છે જો આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરાશે તો આવનારા સમયમાં દિલ્હી મુંબઈ રેલમાર્ગની ટ્રેનો 160 પ્રતિ km ની ઝડપે અવરજવર કરશે જેના કારણે મુસાફરીનો સમય પણ ઓછો થઈ જશે આ યોજનાની સાથે સાથે રેલવે ટ્રેકની બંને તરફ પ્રિકાસ્ટ આરસીસી બાઉન્ડ્રી વોલ પણ બનાવવામાં આવી રહી છે તદઉપરાંત OHE અને એડવાન્સ ડિજિટલ સિગ્નલ સીસ્ટમનું કામ પણ પૂર્ણ થવાની આરે છે આ કામગીરીની સાથે સાથે રેલમાર્ગ પર આવતા પુલોને મજબૂત કરવા સેમી હાઈસ્પીડ OHE સિગ્નલ સીસ્ટમ પણ આમાં સામેલ છે તો આ રેલમાર્ગ પર આવતી પંચ પીપળીયા ખાતે આવેલી ટનલની હાઈટ વધારવાનું કામ પણ રેલ્વે દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે રેલવે આ દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર હાઈ સ્પીડ ટ્રેનોની સાથે સાથે ડબલ ડેકર ટ્રેનોના સંચાલન કરવાના કામ પર પણ કામ કરી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!