Sunday, 08/09/2024
Dark Mode

સંજેલીમાં નગરમાં પંચાયત દ્વારા બાકી નીકળતા વીજ બિલને લઇ MGVCLની કાર્યવાહી:સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખતા અંધારપટ છવાયું

March 14, 2023
        3364
સંજેલીમાં નગરમાં પંચાયત દ્વારા બાકી નીકળતા વીજ બિલને લઇ MGVCLની કાર્યવાહી:સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખતા અંધારપટ છવાયું

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલી ગ્રામ પંચાયત દ્વારા વીજ બિલની ભરપાઈ ન કરતા MGVCL એ સ્ટ્રીટ લાઈટના કનેકશન કાપી નાખતા અંધારપટ છવાયું 

એક તરફ અંધારપટ બીજી તરફ દીપડાનો આતંક:સંજેલીવાસીઓ અંધારપટમાં ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર..

સંજેલીમાં નગરમાં પંચાયત દ્વારા બાકી નીકળતા વીજ બિલને લઇ MGVCL ની કાર્યવાહી.

નગરના સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં:પંચાયતનું એક લાખ ઉપરાંતનું વીજ બિલ બાકી રહેતા MGVCLએ કાર્યવાહી કરી.

સંજેલી તા.13

સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે. તાલુકાના 56 જેટલા ગામ આવેલા છે. આજુબાજુ ડુંગરાળ વિસ્તાર આવેલો છે ત્યારે સંજેલી તાલુકામાં દીપડાનો પણ આંતક વધી રહ્યો છે. અંધારાનો લાભ લઇ દિપડો અને ચોરીનો ભય સતાવી રહ્યો છે. સંજેલી પંચાયત નું એક લાખથી વધુ લાઈટ બિલ ન ભરાતા MGVCL દ્વારા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.પંચાયતને અનેકવાર નોટિસ આપી છતાં સંજેલી પંચાયત દ્વારા વીજબિલ ના ભરતા MGVCL દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.3 માર્ચ ના રોજ લાઈટ બિલ ભરવા માટે એલાન કરવા છતાં લાઈટ બિલ ન ભરતા સંજેલી નગરનું સ્ટ્રીટ લાઈટ કપાયું છે.સંજેલી પંચાયત તંત્ર આંખ આડા કાન કરી રહ્યું તેમ લાગી રહી છે. લાઈટ બિલ ન ભરવાના કારણે સંજેલી નગરમાં મુખ્ય માર્ગો સહિત ફળિયામાં અંધારપટ છવાઈ જતા ગ્રામજનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંજેલી નગરમાં ગ્રુપ ગ્રામ પંચાયત આવેલ છે જેમાં લગભગ 5000 ઉપરાંત મતદારો ધરાવતી ગ્રામ પંચાયત આવેલ છે.જેમાં પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા માટે બિલકુલ પાંગળું પુરવાર થયું છે, ત્યારે નગરની ગ્રામ પંચાયતનું લાખોનો વીજ બિલ બાકી રહેતા MGVCL દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેને લઈ પંચાયત તંત્રને ફાળવવા આવતો વીજ પુરવઠાનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, ત્યારે નગર ભરમાં અંધારપટ છવાયો હતો.સંજેલી ગ્રામ પંચાયતનું અધધ વીજળી બિલ બાકી રહેતા MGVCL દ્વારા વીજ પુરવઠાનું કનેક્શન કટ કરી નાખવામાં આવ્યું છે સ્ટ્રીટ લાઈટો રહેતા નગરમાં અંધારપટ છવાયો છે તંત્રની ઘોર બેદરકારી ભોગ પ્રજાએ બનવું પડે છે જેને લઈ પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!