Monday, 14/07/2025
Dark Mode

જીઆરડીમાં નોકરી આપવાની લાલચ આપી યુવક પાસેથી 10.000 ની માંગણી કરતા જી.આર ડી જવાનને દાહોદ એસીબીએ રંગેહાથ ઝડપી પાડયો..

February 19, 2023
        9077
જીઆરડીમાં નોકરી આપવાની લાલચ આપી યુવક પાસેથી 10.000 ની માંગણી કરતા જી.આર ડી જવાનને દાહોદ એસીબીએ રંગેહાથ ઝડપી પાડયો..

જીઆરડીમાં નોકરી આપવાની લાલચ આપી યુવક પાસેથી 10.000 ની માંગણી કરતા જી.આર ડી જવાનને દાહોદ એસીબીએ રંગેહાથ ઝડપી પાડયો..

દાહોદ એન્ટીકરપ્શન બ્યુરોએ બંને જી.આર.ડી જવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો..

દાહોદ તા.19

દાહોદ શહેરમાં બે જીઆરડી જવાનોએ એક વ્યક્તિને જીઆરડી તરીકે નોકરી ઉપર લેવા સારૂ રૂપિયા ૧૫ હજારની માંગણી કરતા આ લાંચ ની રકમ વ્યક્તિ આપવા માંગતો ન હોવાના કારણે તેને દાહોદ એસીબી પોલીસ નો સંપર્ક સાંધ્યો હતો અને દાહોદ એસીબી પોલીસની ટીમે દાહોદ શહેરમાં આવેલ મુવાલિયા બાયપાસ હાઈવે, બાબા રામદેવ ટી સ્ટોલ આગળ છટકું ગોઠવતા બે પૈકી એક જીઆરડી જવાન વ્યક્તિ પાસેથી રી10,000 ની લાંચ ની રકમ લેતા ઝડપાઈ જતા દાહોદ જિલ્લા પોલીસ બેડા સહિત જીઆરડી જવાનોમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.એક જાગૃત નાગરિક જીઆરડી તરીકે નોકરી કરવા ઈચ્છુક હોય તેને દાહોદ વર્ગ ત્રણમાં જીઆરડી પો.સ.ઈ. તરીકે દાહોદ વર્ગ – 3 માં ફરજ બતાવતા સુરેશભાઈ રંગજીભાઈ તાવીયાડ અને બીન વર્ગીય વિભાગમાં જીઆરડી સભ્ય તરીકે ફરજ બજાવતો અલ્તાફભાઈ શેખનો સંપર્ક કર્યો હતો ત્યારે ત્યારે આ બંનેએ સમયે જાગૃત નાગરિકને જીઆરડી તરીકે નોકરી ઉપર લેવા સારૂ રૂપિયા 15,000ની માંગણી કરી હતી ત્યારે રકજકના અંતે 10,000 લેવા સહમત થયા હતા. જીઆરડી વિભાગમાં પો.સ.ઈ. તરીકે ફરજ બજાવતો સુરેશભાઈ તાવિયાડનું પ્રી રેકોર્ડિંગ થયેલ જે લાંચ ની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાને કારણે તેઓએ દાહોદ એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો. આ મામલાની જાણ દાહોદ એસીબી પોલીસને થતા ની સાથે જ તેઓએ દાહોદ ખાતેથી પસાર થતા મુવાલિયા હાઇવે રોડ બાબા રામદેવ ટી સ્ટોલ આગળ છટકું ગોઠવ્યું હતું તે સમયે ત્યાં જીઆરડી સભ્ય અલ્તાફ શેખ જાગૃત નાગરિકપાસેથી રૂપિયા 10,000 ની લાંચ લેતા દાહોદ એસીબી પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો ત્યારે બીજી તરફ સુરેશભાઈ તાવિયાડ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેના પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ બેડા સહિત જીઆરડી વિભાગમાં ખળભળાર સાથે ચર્ચા મચી જવા પામ્યો હતો.આ સંબંધે દાહોદ એસીબી પોલીસે ઉપરોક્ત બંને ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!