દાહોદ SOG પોલિસે ચોરીની બે મોપેડ સાથે બે બાળ કિશોરોને ઝડપી પાડ્યા…

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ SOG પોલિસે ચોરીની બે મોપેડ સાથે બે બાળ કિશોરોને ઝડપી પાડ્યા

દાહોદ તા.૧૯

દાહોદ એસ.ઓ.જી. પોલીસે દાહોદ શહેરમાંથી ચોરીની બે મોપેડ મોટરસાઈકલો સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરને ઝડપી પાડ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ એલ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ શહેરના આ.ટી.આઈ. વિસ્તાર ખાતે વાહન ચેકીંગ કરતાં હતાં આ દરમ્યાન ત્યાંથી મોપેડ ટુ વ્હીલર

#paid pramotion

Contact us :- sunrise public school 

વાહન પર સવાર થઈ રહેલાં બે બાળ કિશોરો પોલીસને નજરે પડ્યાં હતાં. પોલીસે તેઓની પાસે જઈ તેઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેને પગલે પોલીસે કડકાઈથી પુછપરછ કરતાં બંન્ને બાળ કિશોરો ઢીલા પડ્યાં હતાં અને આ મોપેડ ચોરીની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બે મોપેડ ટુ વ્હીલર સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બંન્ને બાળ કિશોરોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————

Share This Article