Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી:સત્તાના મદમાં ચકનાચુર સરપંચની દાદાગીરી…TDOની ટીમની ઉપસ્થિતીમાંં અરજદાર અને તેના પુત્ર પર કર્યો હુમલો.

June 16, 2021
        3817
સંજેલી:સત્તાના મદમાં ચકનાચુર સરપંચની દાદાગીરી…TDOની ટીમની ઉપસ્થિતીમાંં અરજદાર અને તેના પુત્ર પર કર્યો હુમલો.

નીલ ડોડીયાર :- દાહોદ 

સંજેલી સરપંચે સત્તાના નશામાં TDOની ટીમની ઉપસ્થિતી માંં અરજદાર અને તેના પુત્ર પર કર્યો હુમલો.

સંજેલી સરપંચે ગેરકાયદેસર મંડળી રચી મારમારી ધાકધમકી આપી એટ્રોસીટી કેસમાં ફસાવી દેવાની ચીમકી.

સંજેલી તા.16

 

#paid pramotion

Contact us :- sanrise public school

સંજેલી:સત્તાના મદમાં ચકનાચુર સરપંચની દાદાગીરી...TDOની ટીમની ઉપસ્થિતીમાંં અરજદાર અને તેના પુત્ર પર કર્યો હુમલો.

 

સંજેલી ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા ગૌચરમાં થયેલા દબાણો ખુલ્લા કરવા અને ચૌદ માં નાણાપંચમાં ભ્રષ્ટાચાર ની જાગૃત નાગરીક ની રજુઆતને લઇ અરજદાર સાથે તપાસ કરવા ગયેલી ટીમ પર સરપંચે કુટુંબીઓની ગેરકાયદેસર મંડળી રચી અરજદાર અને તેના પુત્ર પર જીવલેણ હુમલો કરતા કાયદેસર કાર્યવાહી ની માંગને લઇને જિલ્લા કલેકટરને સંબોધીને સંજેલી ટીડીઓને લેખિત રજુઆત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો.

સંજેલી સરપંચ દ્વારા સર્વે નં 117 ની ગૌચરની જમીન અને 14 માં નાણાપંચની રજૂઆતની તપાસ માટે 14 મીને સોમવારના રોજ તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણા ની ટીમ દ્વારા અરજદારોને સાથે રાખી સ્થળ તપાસ કરવા ગયાં હતાં પરંતુ સરપંચ અને તેના કુટુંબીજનો દ્વારા જીવલેણ હુમલો થતાં અરજદાર અને ગામના આગેવાનો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગને લઈને જીલ્લા કલેકટરને સંબોધીને tdo ને મંગળવારના રોજ લેખિત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા પ્રમાણે 14 ને સોમવારના રોજ બપોરના 3 કલાકે ટીડીઓ એ અરજદારને ફોન કરી સ્થળ તપાસ કરવા જવા બોલાવ્યા હતા.જેથી અરજદાર જશવંતસિંહ દલપતસિંહ ચૌહાણ અને તેમના પુત્ર વીરેન્દ્ર અને સોમાભાઈ કટારા ની શાથે tdo ટીમ દ્વારા રોડ ગટર કામ નવીન બસ સ્ટેશન પાસે પંચાયતે ગૌચરની જમીનમાં નીમ કર્યા વિના કરેલ બાંધકામ ની તપાસ કરી હતી જે બાદ સરપંચના બંગલાની હદ માપતા સરપંચ કિરણભાઇ રાવત અને તેના કુટુંબીજનો ગેરકાયદેસર મંડળી બનાવી તાલુકા ટીમની ઉપસ્થિતિમાં અરજદાર અને તેના પુત્ર વીરેન્દ્ર સિંહ પર ભયાનક જીવલેણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી સાથેસાથે એક્ટ્રોસિટી ના કેસમાં ફસાવી દેવાની ધાકધમકીઓ આપી હતી.આમ સરપંચ અને તેના કુટુંબીજનોએ સરકારી કામમાં રૂકાવટ કરતા ipc કલમ 332..186 મુજબ ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

તાલુકાની ટીમની ઉપસ્થિતિમાં અરજદાર અને તેમના પુત્ર પર હુમલો થતાં સ્થળ છોડી ટીમ ઓફિસે રવાના થઈ હતી પરંતુ અરજદારોને બચાવવા માટે તસ્દી પણ ના લીધી.જેથી જીવલેણ હુમલો કરનાર સરપંચ અને તેના કુટુંબી સામે પોલીસ ફરિયાદ કરી પંચાયત ધારા ધોરણો 57/1 તેમજ 105 મુજબની કાર્યવાહી કરી અરજદારને ન્યાય મળે તેવી અરજદાર સહિત ગામના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને સંબોધીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

સંજેલી સરપંચ દ્વારા ગેરકાયદેસર ગૌચરની જમીનમાં દબાણ અને ચૌદ માં નાણાપંચની તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતા હાઇકોર્ટમાં ત્રીજી વખત અરજદાર દ્વારા રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!