
દાહોદ તાલુકાના વડબારા ગામે વીજ ચેકિંગમાં ગયેલી MGVCL ની ટીમ જોડે ઘર માલિકે ગાળાગાળી કરી અપશબ્દો બોલતા ગુનો નોંધાયો..
દાહોદ તા.18
દાહોદ તાલુકાના વડબારા ગામે વીજ ચોરીની ચેકિંગ કરવા માટે ગયેલી MGVCL ની ટીમ ઉપર ઘરના માલિકે બોલાચાલી કરી અને અપશબ્દોનો ઉપયોગ કરતા કતવારા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીની ઘટનાઓને રોકવા માટે સતત વીજ કંપનીના કર્મચારીઓ ચેકિંગ હાથ ધરી રહ્યા છે. ત્યારે આજરોજ દાહોદ તાલુકાના વડબારા ગામે પેટા વિભાગની કચેરીના જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા અજય ઉમેદરામ મીણા અને તેમની ટીમના સભ્યો કેશવસિંહ ભાવસિંહ બામણીયા મહેશ નેવા પરમાર અને વિજય કાળું પટેલીયા એમ ચાર લોકોની ટીમ તાલુકાના વટબારા ગામે વીજ ચેકીંગની કામગીરી માટે નીકળ્યા હતા તે સમયે વડબારા ગામના બારીયા ફળિયામાં રહેતા નનું ભુરજી બારીયા ના મકાનમાં વીજ ચેકીંગ માટેની વાત કરતા તેઓએ જણાવ્યું હતુંકે હું મારા ઘરમાં તમને વીજ ચેકીંગ કરવા દઈશ નહી જો ચેકીંગ કરશો તો હું તમને મુકીશ નહી તેમ કહી વીજ ટીમ સાથે બોલાચાલી કરી હતી અને વીજ ચેકીંગ કરવાની કામગીરીમાં રુકાવટ ઉભી કરતા પેટા વિભાગના ઈજનેર અજય કુમાર મીણા એ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે વીજ કામગીરીમાં રુકાવટ ઉભા કરવાનાં મામલે વડબારા ગામના નનું ભુરજી બારીયા સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે